<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

ડો. વેકરીયાની સુશ્રુત પાઇલ્‍સ હોસ્‍પિટલનો ૩૯માં વર્ષમાં મંગલ પ્રવેશ

રાજકોટના જાણીતા પ્રોકટોલોજીસ્‍ટ, આયુષ ડોકટર્સ ફેડરેશનના પૂર્વ પ્રમુખ ડો. એમ. વી. વેકરિયાની સુશ્રુત પાઇલ્‍સ હોસ્‍પિટલનો ૩૯મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે.  સૌરાષ્‍ટ્રના બેસ્‍ટ પ્રોક્‍ટોલોજીસ્‍ટ એવોર્ડ જેવા અનેક રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય એવોર્ડસ વિજેતા ડો. એમ.વી. વેકરીયા, હરસ-ભગંદર-ફીશરના ૩૦૦૦૦ ઓપરેશનો સફળતાપૂર્વક કરીને તેમજ સૌરાષ્‍ટ્રમાં સૌ પ્રથમ વાર અત્‍યાધુનિક અમેરીકન અલ્‍ટ્રાસોનીક ફોક્‍સ ટેકનોલોજી દ્વારા સુશ્રુત પાઇલ્‍સ હોસ્‍પિટલ ખાતે સફળ સારવાર આપી રહ્યા છે. તેમના પુત્ર ડો. બાહુલ વેકરીયા કાર્ડીયાક સર્જન તરીકે સીનર્જી હોસ્‍પિટલમાં અને પુત્રવધુ ડો. વિશ્વા વેકરીયા રેડીયોલોજીસ્‍ટ તરીકે ગવર્મેન્‍ટ પીડીયુ કોલેજ, રાજકોટમાં સેવા આપી રહેલ છે.

ડો.એમ.વી.વેકરીયાનું ૩૮ વર્ષોથી એક જ ધ્‍યેય રહ્યું છે કે સૌથી શ્રેષ્ઠ, ઉત્તમ અને સરળ સારવાર આપવી. ડો.વેકરીયા, મળમાર્ગના જટીલ દર્દોથી પીડાતા દર્દીઓને રાહત પહોચાડવા માટે જાપાનીઝ, જર્મન તેમજ અમેરીકન એડવાન્‍સ્‍ડ ટેક્રોલોજીઓનો સમાવેશ કરી સાથેસાથે આપણી પ્રાચીન આયુર્વેદ ક્ષારસૂત્રનો અને પોતાના વિશાળ અનુભવનો સુભગ સમન્‍વય કરીને આ રોગોની આજ સુધીમાં ૩૦,૦૦૦ થી વધુ સર્જરીઓ કરી છે અને હજારો દર્દીઓને શ્રેષ્‍ઠ સારવાર આપી હોવાનું એક યાદીમાં જણાવાયું છે.

 રાજકોટ ખાતે એસ્‍ટ્રોન ચોકમાં આવેલ ડો.એમ.વી. વેકરીયાની ‘‘સુશ્રુત'' પાઇલ્‍સ હોસ્‍પિટલ આજે ૨૭મી સપ્‍ટેમ્‍બરે ૩૯માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહેલ છે.  ‘‘સુશ્રુત'' પાઇલ્‍સ હોસ્‍પિટલનું ઉદ્ધાટન અક્ષરનિવાસી શાષાી શ્રી ધર્મજીવનદાસજીના હસ્‍તે ૩૮ વર્ષ પહેલા થયેલ. આજ સુધીમાં ૩૨૧ જેટલા ફ્રી નિદાન અને સારવાર કેમ્‍પોમાં ડો. વેકરીયાએ સેવાઓ આપી છે. ડો. વેકરીયાના પુત્ર ડો.બાહુલ વેકરીયા  સીનર્જી હોસ્‍પિટલમાં કાર્ડિયાક સર્જન તરીકે જ્‍યારે ડો. બાહુલ વેકરીયાના ધર્મપત્‍ની ડો. વિશ્વા વેકરીયા રેડીયોલોજીસ્‍ટ તરીકે ગવર્મેન્‍ટ પીડીયુ કોલેજ, રાજકોટમાં સેવા આપે છે. દિકરી બંસી વેકરીયાએ માસ્‍ટર ઓફ આર્કીટેકચર કરેલ છે, અને ઓસ્‍ટ્રેલિયામાં સરકારી ખાતામાં સેવા આપી રહ્યાનું એક યાદીમાં જણાવાયું છે. ‘‘સુશ્રુત'' પાઇલ્‍સ હોસ્‍પિટલનાં ે નવપ્રસ્‍થાનનું દિપપ્રાગટય અને પુજાવિધિ ૧૪ વર્ષ પૂર્વે તેઓના અક્ષરનિવાસી પુજ્‍ય માતળશ્રી પાર્વતીબેન અને અક્ષરનિવાસી પુ. પિતાશ્રી વીરજીભાઈ અને પ.પુ. સ્‍વામીશ્રી અપુર્વ સ્‍વામીના વરદ હસ્‍તે સંપન્ન થયેલ આ પ્રસંગે પૂર્વ મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ સાંસદ સ્‍વ. અભયભાઇ ભારદ્વાજ, કેબીનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા, ર્કોપોરેશન ફાઇનાન્‍સ બોર્ડના પૂર્વ ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી તથા પૂર્વ રાજકોટ ભાજપ અધ્‍યક્ષશ્રી નિતીનભાઈ ભારદ્વાજના વરદ હસ્‍તે થયેલ.

 ડો. એમ.વી.વેકરીયાએ ૨૦૦૩ માં જહોનસન એન્‍ડ જહોનસન મેડીકલ ઇન્‍સ્‍ટીટયુટ, મુંબઈ ખાતે MIPH સ્‍ટેપ્‍લર ટેક્રોલોજીનો અભ્‍યાસ કરેલ છે અને  જાપાન ટેક્રોલોજીનો અભ્‍યાસ ઓસ્‍ટ્રીયામાં કરેલ છે. તેમણે વેસલ સીલર અને પ્‍લગ ટેકનીક તથા અલ્‍ટ્રાસોનીક હાર્મોનિક ફોકસ-સ્‍કાલપેલનો અભ્‍યાસ જર્મની ખાતે વોએઝબર્ગ યુનિવર્સીટીમાં પૂર્ણ કરેલ છે.  નાસિક ખાતે એનોરેકટલ કોન્‍ફરન્‍સમાં લાઇફ ટાઇમ એચીવમેન્‍ટ એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો. ઇન્‍ટરનેશનલ કોન્‍ફરન્‍સમાં ધનવન્‍તરી એવોર્ડ મેળવી ચૂકેલ છે. શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા અને શેહઝાન પદમશીના હસ્‍તે સૌરાષ્‍ટ્ર રીજીયન માટે એમીનન્‍સ એવોર્ડ અને સૌરાષ્‍ટ્રના બેસ્‍ટ પ્રોક્‍ટોલોજીસ્‍ટ એવોર્ડ-૨૦૧૯ પણ એનાયત થયો છે. થોડાં સમય પહેલાં જ ગુજરાતમાં સૌ પ્રથમ ‘આયુષ શિરોમણિ એવોર્ડ' ગુજરાતના માનનીય આરોગ્‍યમંત્રીશ્રી ઋષિકેશ પટેલના હસ્‍તે મેળવેલ. ૪ ટર્મથી રાજકોટ શહેર ભાજપ ડોક્‍ટર સેલના સહકન્‍વીનર હતા અને ગુજરાત મેડીકલ બુલેટીનના મેનેજીંગ સહતંત્રી હતા.

અક્ષરનિવાસી પ.પૂ. સ્‍વામી પ્રમુખ સ્‍વામી મહારાષ્‍ટ્ર, અક્ષરનિવાસી સ્‍વામીશ્રી ધર્મજીવનદાસજી તેમજ દ્વારકાપીઠના બ્રહ્મ લીન જગદગુરૂ શ્રી શંકરાચાર્યજી મહારાજ, પૂજ્‍યશ્રી માધવપ્રિય સ્‍વામીજી, અપૂર્વ સ્‍વામીજી જેવા પવિત્ર સંતો-મહાપુરૂષોએ ‘‘સુશ્રુત'' પાઇલ્‍સ હોસ્‍પિટલને હંમેશા પ્રેરણા, પ્રોત્‍સાહન અને આશીર્વાદ પુરા પાડયા છે. આ શુભ અવસરે દર્દી ભાઇઓ-બહેનો  સૌ કોઈ તેમને અંતરની શુભેચ્‍છાઓ પાઠવી રહ્યાં છે. આ પ્રસંગે ડો. વેકરીયાએ દરેક શુભેચ્‍છકોનો હૃદયપૂર્વક આભાર માનેલ છે.

(3:33 PM IST)