તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 27th September 2024
ન દર્દ હતું ન કોઇ સગા દાખલ હતાં...છતાં સિવિલ હોસ્પિટલમાં પડયા રહેતાં દસેક શખ્સોની પુછતાછ
પ્ર.નગર પોલીસ સ્ટેશનના પીઆઇ બી. એમ. ઝણકાતની રાહબરીમાં પોલીસ સ્ટાફ અને સિક્યુરીટીની ટીમે ડ્રાઇવ યોજી

રાજકોટઃ પીડીયુ સિવિલ હોસ્પિટલમાં વાહન ચોરી, મોબાઇલ ફોનની ચોરી સહિતના બનાવો બનતા અટકે અને દર્દીઓ, તેમના સગા કે પછી નર્સિંગ કે તબિબી સ્ટાફને ફરજમાં ખલેલ ન પડે તે માટે હોસ્પિટલ કમ્પાઉન્ડ અને વોર્ડ આસપાસ કારણવગર પડયા પાથર્યા રહેતાં શખ્સોને શોધી કાઢવા માટે પ્ર.નગર પોલીસ સ્ટેશનના પીઆઇ ભાર્ગવ એમ. ઝણકાત દ્વારા ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં પ્ર.નગરના જયુભા પરમાર, સિવિલ હોસ્પિટલના સિક્યુરીટી ઇન્ચાર્જ અજીતસિંહ જાડેજા, સુપરવાઈઝર જગદીશ ચાંદેગરા, જન્કસિંહ ઝાલા સહિતે સાથે મળી એવા કેટલાક શખ્સોને શોધી કાઢયા હતાં જેને પોતાને કોઇ દવા સારવાર કરાવવાના નહોતા કે તેના સગા સંબંધી પણ અહિ દાખલ નહોતાં. આવા આઠથી દસ શખ્સોને હોસ્પિટલ કમ્પાઉન્ડની અલગ અલગ જગ્યાએથી શોધી કાઢવામાં આવ્યા હતાં. તેમણે યોગ્ય ખુલાસો ન કરતાં વધુ પુછતાછ માટે પ્ર.નગર પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યા હતાં.
(3:14 PM IST)










