તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 27th September 2024
‘અખિલ ગુજરાત લોહાણા સમાજ' ના વીરપુર ખાતેના મહાસંમેલનમાં રાજકોટ લોહાણા મહાજનના નેજા હેઠળ રઘુવંશીઓ ઉમટી પડશે

રાજકોટ તા. ૨૭: સમગ્ર ભારતમાં રઘુવંશીઓની સૌથી વધુ વસ્તી ગુજરાત રાજયમાં છે ત્યારે રઘુવંશીઓની રાજયકક્ષા ની વર્ષો જુની-પ્રતિષ્ઠિત ગણાતી માતૃસંસ્થા અખિલ ગુજરાત લોહાણા સમાજ દ્વારા રવીવાર, તારીખ ૨૯. સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ બપોરે ૩:૩૦ વાગ્યે (પ્રસ્થાન બપોરે ૧ વાગ્યાથી) જલારામ ધામ, શુભ સંગમ પાર્ટી પ્લોટ, હોટલ જયશ્રી પેલેસની બાજુમાં વીરપુર (જલારામ) ખાતે રઘુવંશીઓનું મહાસંમેલન યોજવામાં આવ્યું છે. જેમાં સોૈરાષ્ટ્ર-ગુજરાતના ગામેગામથી સ્થાનિક લોહાણા મહાજનના નેજા હેઠળ મોટી સંખ્યામાં રઘુવંશીઓ ઉમટી પડશે. જ્ઞાતિજનો માટે આવવા-જવા સંદર્ભે (લકઝરી બસો-ગાડીઓ સહિતના વાહન) વ્યવહારની વ્યવસ્થા પૂરજોશમાં શરૂ કરી દેવામં આવી છે.
મહાસંમેલનમાં અખિલ ગુજરાત લોહાણા સમાજના નવનિયુકત અધ્યક્ષ, જામનગરના નામાકિંત ઉધોગપતિ અને ધુરંધર રઘુવંશી અગ્રણી શ્રી જીતેન્દ્રભાઇ હરીદાસભાઇ લાલ (જીતુભાઇ લાલ- મો. નં. ૯૮૨૪૦ ૨૩૩૩૧ ) પ્રમુખપદના શપથ ગ્રહણ કરશે. આ શપથ ગ્રહણ સમારોહ સંદર્ભે સમગ્ર રાજયના રઘુવંશી સમાજમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.
વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' ના નેજા હેઠળ પણ મોટી સંખ્યામાં રઘુવંશીઓ આ જ્ઞાતિ મહાસંમેલનમાં ઉમટી પડશે. રાજકોટથી વીરપુર (પ. પૂ. જલારામબાપા) જવા-આવવા જ્ઞાતિજનો માટે રાજકોટ લોહાણા મહાજન દ્વારા નિઃશુલ્ક વાહન વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
મહાસંમેલનમાં જોડાવવા માંગતા રઘુવંશીઓ આવતીકાલ શનીવાર તા. ર૮ સપ્ટેમ્બર, ર૦ર૪ બપોરે એક વાગ્યા સુધીમાં રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્ટ ઓફીસ, મહિલા કોલેજ અન્ડરબ્રીજ ઉપર, ભવાની ગોલા સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રૂબરૂ સંપર્ક કરી શકે છે. અથવા તો સવારે ૧૦ થી સાંજે ૭ વાગ્યા દરમ્યાન મો. નં. (૯પ૩૭૭ ૧૧૭૭૪) ઉપર સંપર્ક કરી શકે છે. રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજૂભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા મહાસંમેલનમાં ઉમટી પડવા રઘુવંશીઓને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. મહાસંમેલનમાં જ્ઞાતિ સંગઠન કેન્દ્રસ્થાને રહેશે તેવું જાણવા મળે છે.
* રવિવાર તારીખ ર૯ સપ્ટેમ્બર-ર૦ર૪ ના રોજ રાજય કક્ષાની માતૃસંસ્થા ‘અખિલ ગુજરાત લોહાણા સમાજ' ના નવનિયુકત પ્રમુખ, નામાંકીત ઉદ્યોગપતિ અને ધુરંધર રઘુવંશી અગ્રણી જીતુભાઇ લાલ (જામનગર) ના શપથ ગ્રહણ સમારોહમાં સૌરાષ્ટ્ર-ગુજરાતના ગામેગામથી રઘુવંશીઓ હાજરી આપશે
લકઝરી બસો, ગાડીઓ સહિતના વાહન વ્યવહારની વ્યવસ્થા પૂરજોશમાં * રાજકોટથી મહાસંમેલનમાં હાજર રહેવા માંગતા રઘુવંશીઓ આવતીકાલે શનિવારે બપોરે એક વાગ્યા સુધીમાં રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્ટ ઓફીસ, મહિલા કોલેજ અન્ડર બ્રીજ ઉપર, ભવાની ગોલા સામે (મો. નં. ૯પ૩૭૭ ૧૧૭૭૪) સંપર્ક કરી શકે છેઃ નિઃશુલ્ક વાહન વ્યવસ્થા
* લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા રઘુવંશીઓને જાહેર આમંત્રણઃ જ્ઞાતિ સંગઠન કેન્દ્ર સ્થાને રહેશે
(2:52 PM IST)










