<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

લ્‍યો બોલો...સિવિલ હોસ્‍પિટલમાં તસ્‍કરે ખુદ સિક્‍યુરીટી જવાનનો મોબાઇલ તફડાવ્‍યો!

ગાર્ડ અફઝલ અને પ્ર.નગર પોલીસે મળી લોહાનગરના મના મકવાણાને ફોન સાથે પકડી લીધો

રાજકોટ તા. ૨૫: સિવિલ હોસ્‍પિટલમાં અવાર-નવાર ઉઠાવીગીરો, કિસ્‍સા કાતરૂઓ કસબ અજમાવી જાય છે. ક્‍યારેક દર્દીઓ તો ક્‍યારેક દર્દીના સગાના મોબાઇલ ફોન, પર્સ ચોરાઇ જાય છે. દરમિયાન આજે એક ગઠીયાએ ખુદ સિક્‍યુરીટી ગાર્ડની નજર ચુકવી તેનો મોબાઇલ ફોન કાઢી લીધો હતો. મોબાઇલ ગૂમ થતાં આ ગાર્ડ અને બીજા સિક્‍યુરીટી જવાનોએ પોલીસને બોલાવી તપાસ શરૂ કરી હતી. તસ્‍કરને સિવિલ હોસ્‍પિટલ કેમ્‍પસના અન્‍નક્ષેત્ર પાસેથી જ દબોચી લીધો હતો.

જાણવા મળ્‍યા મુજબ સિવિલ હોસ્‍પિટલમાં સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં નાના મવા સર્કલ આવાસ ક્‍વાર્ટરમાં રહેતાં અફઝલ હનીફભાઇ મકરાણી (ઉ.૩૦) ઓપીડીમાં રાઉન્‍ડમાં હતાં ત્‍યારે તેનો મોબાઇલ ફોન શર્ટના ખિસ્‍સામાંથી ગૂમ થઇ ગઇ હતો. આથી તપાસ શરૂ કરી હતી. તેમજ પોલીસને પણ જાણ કરી હતી.

પ્ર.નગર ડી. સટફના ડી. પી. ડાંગર, ચાંપરાજભાઇ, જયેન્‍દ્રસિંહ સહિતે સિક્‍યુરીટી ટીમ સાથે મળી શકમંદને દબોચી તલાસી લેતાં મોબાઇલ મળી આવ્‍યો હતો. તેણે પોતાનું નામ મના રામાભાઇ મકવાણા (ઉ.વ.૩૦-રહે. લોહાનગર) જણાવ્‍યું હતું. પોલીસે આ શખ્‍સની વધુ પુછતાછ હાથ ધરી હતી.

(4:21 PM IST)