<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

રાજકોટ માર્કેટિંગ યાર્ડમા નવા અનાજ અને કઠોળની આવક : હરાજી માટે ખેડૂતો ઉમટયા

રાજકોટ તા.૨૫ ; રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ નવા અનાજ અને કઠોળની આવક થતી હોય છે. તેમજ તે કઠોળ અને અનાજના આજના 20 કિલો ગ્રામનો શું ભાવ છે, કેટલા જથ્થાની આવક થઇ છે, નિમ્ન અને ઉંચ ભાવ વિશે તમામ માહિતી આ લેખમાં આપેલી છે. તો ચાલો તેના વિશે તમને માહિતી આપીએ. 

માર્કેટિંગ યાર્ડના 20 કિલોગ્રામના ભાવ યાર્ડમાં આજે કપાસ બીટીનો ભાવ 1300થી 1650, ઘઉંનો ભાવ 535થી 611, બાજરી 380થી 450, ચણા સફેદ 2150થી 2980, અડદ 1360થી 1820, મગ 1375થી 1650, ચોળી 1320થી 3054, સુવા 1251થી 1692, લસણ 3231થી 5000, ધાણા 1200થી 1451 અને કાલા તલ 3000થી 3690 જોવા મળ્યો છે.

(4:21 PM IST)