<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

કબા ગાંધીના ડેલામાં ગાંધી જયંતિએ પ્રાર્થનાસભા સાથે શબ્‍દાંજલી કાર્યક્રમ

રાજકોટ તા. ૨૫ : ગાંધી સ્‍મૃતિ ટ્રસ્‍ટ રાજકોટના ઉપક્રમે પૂ. મહાત્‍મા ગાંધીની ૧૫૫ મી જન્‍મ જયંતિ નિમિતે તા. ૨ ના બુધાવરે સાંજે પ થી ૬.૧૫ પૂ. બાપુના વિદ્યાર્થીકાળના નિવાસસ્‍થાન કબા ગાંધીના ડેલામાં સાયં પ્રાર્થનાસભા અને શબ્‍દાંજલી કાર્યક્રમ રાખેલ છે. આ પ્રસંગે મુંબઇના શેરીફ અને ગાંધી વિચારમાં પ્રખર અભ્‍યાસી ડો. મોહનભાઇ આઇ. પટેલ ‘યુગ પુરૂષ મહાત્‍મા ગાંધી અને સ્‍વરાજયુગનાં સંસ્‍મરણો' વિષય પર પ્રવચન આપશે. ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલનાયક અનામિક શાહ પ્રમુખસ્‍થાનેથી પોતાનું વકતવ્‍ય આપશે. કાર્યક્રમમાં સૌકોઇએ ઉપસ્‍થિત રહી ગાંધીજીને શ્રધ્‍ધાંજલી અર્પણ કરવા ગાંધી સ્‍મૃતિ ટ્રસ્‍ટના મંત્રી ડો. અલ્‍પનાબેન ત્રિવેદીની યાદીમાં જણાવાયુ છે.

(4:14 PM IST)