તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th September 2024
‘અકિલા રઘુવંશી બીટસ'માં ખેલૈયાઓ પરિવાર સાથે રાસ ગરબા રમશે
દેશભકિતના ગીતો ગુંજશે, સ્વચ્છતા અભિયાનને મહત્વ અપાશે, સજ્જડ સિકયુરીટી વ્યવસ્થા : પિન્ટુભાઇ રૂપારેલીયા

રાજકોટ : જગત જનનીમાં આદ્યશકિતની આરાધનાના નવલા નોરતાને હવે ગણતરીના દિવસો બાકી રહયાં છે. ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહયો છે. તેમાં પણ રાજકોટની જનતા એટલે ઉત્સવ પ્રેમી જનતા છે જે નવરાત્રીના બે મહિના અગાઉથી જ તૈયારીઓનો ધમધમાટ આદરી ધ્યે છે. ત્યારે ખેલૈયાઓ માટે, રઘુકૂળ યુવા ગ્રુપ દ્વારા અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ-૨૦૨૪ જબરદસ્ત આયોજન કરવામાં આવ્યું છે.
દર વર્ષની માફક આ વર્ષે પણ આ નવરાત્રી મહોત્સવમાં આનંદની સાથોસાથ સેવાકીય ક્ષેત્રના વિવિધ આયોજનો પણ હાથ ધરાશે. યુવા ખેલૈયાઓમાં દેશ ભકિતનું પ્રમાણ પ્રસરે તે માટે વચ્ચે વચ્ચે દેશ ભકિતને લગતા ગીતો પણ વગાડાશે. સ્વચ્છતા અભિયાનને પણ સતત મહત્વ અપાશે. મહોત્સવ દરમ્યાન સતત રાખવામાં આવી છે. પ્રયત્નો અને પ્રચાર-પ્રસાર કરાશે.
દિવસનાં વ્યકિત દીઠ નજીવા દરે સીઝન પાસ ઉપલબ્ધ કરવામાં દરેક વિસ્તારને નાઈટ વીઝન સીસીટીવીથી આવરી લેવામા આવશે.
સર્વ જ્ઞાતીની બહેનો, માતાઓ, દંપતીઓ માટે યોજાયેલા શાનદાર મહોત્સવના દરરોજના ફાઇનલમાં રોજેરોજના વિજેતા પ્રિન્સ તથા પ્રિન્સેસનો નિર્ણય જાનદાર ખેલૈયાઓ વચ્ચેની સ્પર્ધા બાદ કરાશે. દરેક નોરતે જય આદ્યાશકિતજાણીતા ભક્તિપદથી રાસોત્સવનાં મંગલાચરણ કરાયા બાદ સમગ્ર ગુજરાતમાં પોતાના સુર, તાલ અને લયથી જાણીતા બનેલા કલાકારો, સીંગર જીગ્નેશ સોની, નિતીન ગઢવી, દિપ્તી બાલાસરા, મેહુલ શીશાંગીયા અને વૈશ્વીક ખ્યાતનામ જીલ એન્ટરટેઈનમેન્ટના, સંકલન સુનીલ પટેલ, તાલ પ્રદીપ પઢીયાર તથા સાથી ટીમ સહિતના સંગીતકાર એરેન્જરના સથવારે લોકગીતો પર ભજન, રાસ પર આધારીત ભકિતપદોને સથવારે ઈન્ટરનેશનલ ફેઈમ કલાકારોના ગ્રુપ સાથે ઓરકેસ્ટ્રા તેમજ એન્કરીંગ તેમજ ઢોલ માં ખાસ બહારથી આવેલ કલાકારો ધૂમ મચાવશે.
રઘુવંશી રાસોત્સવમાં ક્રિષ્ના સાઉન્ડના નીરજભાઈ આહીરની અત્યાધુનીક ૧ લાખ વોલ્ટની ડીઝીટલ સાઉન્ડ સિસ્ટમ્સ રાખવામા આવી છે. વોર્ટેક સ્પીકસ (જે.બી.એલ.) તેમજ ફલાઇંગ સીસ્ટમનાં સથવારે ધૂમ મચાવશે. તેમજ મોહીતભાઈ ખાખરીયાના પાર્વતી ટ્રસની રોશનીથી સમગ્ર ગ્રાઉન્ડ ઝળહળી ઉઠશે. સમગ્ર પરીસરને ભવાની સીકયુરીટીના અભિમન્યુસિંહ જાડેજા અને તેમના બાઉન્સરો સુરક્ષા કવચ પુરું પાડશે.
આ મેગા આયોજનની વિશેષ માહિતી આપતાં શ્રી રઘુકુળ યુવા ગ્રુપના આયોજકો મિતેશભાઈ રૂપારેલીયા, હિરેનભાઈ તન્ના, રાજેશભાઈ જટણીયા, પારસભાઈ ઉનડકટ, નૈનેશભાઈ દાવડા, સાગરભાઈ તન્ના, નિરવભાઈ પાંઉ, યશભાઈ રાઠોડ, રઘુરાજ રૂપારેલીયા, જયદેવભાઈ રૂપારેલીયા, લાલેશભાઈ ઘીયા, સાગરભાઈ કકકડ તથા ઉત્સાહી અને સાથી ટીમ જણાવે છે કે નવરાત્રી આયોજન કે જેમા શ્રી રઘુકુળ યુવા ગ્રુપના સર્વે હોદેદારો તેમજ સર્વજ્ઞાતીના હજારો ખેલૈયાઓ પરીવાર સાથે ઝુમશે.
અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ-૨૦૨૪ ૅના ફોર્મ જમા કરાવવા માટે મુખ્ય કાર્યાલય જાનકી પ્રોપટીઝ, જગન્નાથ ચોક, સાંઈનગર કોમ્યુનીટી હોલની સામે (મો.૯૩૨૭૭ ૦૬૭૦૭) કાર્યાલયે જ સંપર્ક કરવો. (૧) જાનકી પ્રોપર્ટીઝ, જગન્નાથ ચોક, કાલાવડ રોડ (૨) રઘુવંશી વડાપાંઉ, કરણસિંહજી રોડ, બાલાજી મંદિર સામે (૩) લાલી શીપ એન્ડ સ્માઈલ સોડાશોપ, રાજપેલેસ, સાધુ વાસવાણી રોડ, (૪) શ્રી ગણેશ આરો સીસ્ટમ, શિવમ પાર્ક-૧, અમળતા હોસ્પિટલ પાછળ, રૈયા ચોકડી (૫) સંતોષ ડેરી ફાર્મ, ઈન્દીરા સર્કલ (૬) ભારત ડેરી ફાર્મ, ઈન્દીરા સર્કલ પાસે (૭) જલારામ ફેમીલી શોપ, ગેલેક્સી મંડપની બાજુમાં, પાટીદાર ચોક (૮) અરૂણા સીલેકશન, નિર્મળા રોડ(૯) જલારામ પ્રાર્થના મંદીર, ભીલવાસ ચોક (૧૦) ધુબાકા શીંગ, રૈયા રોડ, (૧૧) રાધે કેન્ડી, રાજપેલેસની સામે, સાધુ વાસવાણી રોડ, (૧૨) એરટેલ શોપી, જાસલ કોમ્પલેક્ષ, નાણાવટી ચોક (૧૩) ગણેશ સોડા શોપ, જીનેસીસ હોસ્પીટલ પાસે, બાપા સીતારામ ચોક, રૈયા રોડ (૧૪) જલારામ ખમણ, બજરંગ ચોક, ગાંધીગ્રામ (૧૫) એકતા પ્રકાશન, યુનિવર્સિટી રોડ, રાજકોટ. (૧૬) કે.ડી. ડાન્સ એકેડમી, ૯- જંકશન પ્લોટ, (૧૭) એલીઝા બ્યુટી સલુન, સવન સર્વેશ કોમર્શીયલ, રૈયા રોડ (૧૮) શ્રી જલારામ ફરસાણ, ગંગોત્રી ડેરીવાળી શેરી, સાધુવાસવાણી રોડ (૧૯) અંબીકા જનરલ સ્ટોર, ગોપાલનગર-૧, ઢેબર રોડ, (૨૦) ઉમાવંશી દાબેલી, ગુણાતીતનગર ચોક, રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાછળ (૨૧) અંબીકા ફરસાણ, કોટેચા ચોક (૨૨) દર્પણ મેચીંગ સેન્ટર, પંચાયત ચોક (૨૩) નળપુર શળંગાર, મીલપરા મેઈન રોડ, આદર્શ મંડપ સામે, જોકર ગાંઠીયા પાસે, (૨૪) એચ.ડી.કલોથીગ યુનીક આર્કેડ, મીના બેન્કવેટ હોલ, આલાપ એવન્યુની સામે, પુષ્કરધામ મેઈન રોડ, જે.કે. ચોક, (૨૫) ઝેપ કોમ્પ્યુટર્સ, શોપ નં. ૯, જે.પી. ટાવર, ટાગોર રોડ, રાજકોટ ખાતેથી મળશે. ફોર્મ માટે મોઃ ૯૫૭૪૩ ૩૯૩૩૯, મો.નં. ૮૭૫૮૫ ૮૫૮૪૮ પર સંપર્ક કરવા તથા સમગ્ર આયોજન અંગેની વિશેષ માહિતી માટે મો. ૯૩૨૭૭ ૦૬૭૦૭ પર સંપર્ક કરવા શ્રી રઘુકુળ યુવા ગ્રુપની યાદીમાં જણાવાયુ છે.
પાસ માટે સંપર્ક :
જાનકી પ્રોપર્ટીઝ, જગન્નાથ ચોક, સાંઇનગર કોમ્યુનીટી હોલ સામે, રાજકોટ, મો. ૯૩ર૭૭ ૦૬૭૦૭
(3:40 PM IST)










