News of Tuesday, 24th September 2024
હોમિયોપેથી કાઉન્સીલના નિયમ વિરૂધ્ધ પરીક્ષા લેતા વિવાદ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા નિયમોનુસાર લેવામાં પણ નાપાસ ! : ૪ને બદલે ૫ ટ્રાયથી પાસ થતા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન અટકતા નોટીસ

રાજકોટ તા. ૨૪ : બી-ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અનેક વિવાદોથી ઘેરાયેલી છે. તેમાય પરીક્ષા વિભાગ ખૂબ ચર્ચામાં અને નિયમ વિરૂધ્ધ ચાલનારો વિભાગ બની ગયો હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. અગાઉ અનેક પરીક્ષાઓમાં પણ નિયમોનું ઉલાળ્યો કરીની પરીક્ષા યોજવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન હોમિયોપેથીક કોલેજમાં હોમિયોપેથીક કાઉન્સીલનો નિયમ વિરૂધ્ધ પરીક્ષામાં પાસ થવા માટે વધુ ટ્રાય આપવામાં આવી હતી. જેથી વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પાસ થયાની માર્કશીટ આપવામાં આવી હતી અને પ્રોવિઝનલ ડિગ્રી સર્ટીફિકેટ પણ આપી દેવામાં આવ્યું હતું. બાદમાં હોમિયોપેથીક કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન ન થતાં વિદ્યાર્થીઓએ હાઇકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરવામાં આવી છે. હાઇકોર્ટ દ્વારા કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, હોમિયોપેથીક કાઉન્સીલ સહિતના સંલગ્ન વિભાગને નોટીસ આપી હોવાનું જાણવા મળે છે.
(4:26 PM IST)










