તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th September 2024
પં. દિનદયાલજીને કાલે પુષ્પાંજલી અર્પણ કરાશે

રાજકોટ : આવતીકાલે તા. રપ ના જનસંઘના સ્થાપક પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીનો જન્મ દિવસ છે ત્યારે તેમણે આપેલ મંત્ર 'જય માનવી ત્યાં સુવિધા' સૂત્રને સાર્થક કરવાના ધ્યેય સાથે શહેર ભાજપ દ્વારા બુધવાર સવારે ૯-૩૦ કલાકે આજી ડેમ ખાતે પંડિત તેમની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવશે. સવારે ૧૦-૩૦ કલાકે શહેરના તમામ બુથોમાં તેઓશ્રીની તસ્વીરને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવશે, બધા કાર્યક્રમોમાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું છે.
(4:12 PM IST)










