તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th September 2024
ઇંગ્લેન્ડમાં ચાલતી ડોમેસ્ટીક ટ્વેન્ટી-૨૦ મેચ પર સટ્ટો રમતો મહેશ પકડાયો
પારસી અગીયારી ચોકમાં પીસીબીનો દરોડો : ઘનુભા ચોહાણ અને મહિપાલસિંહની બાતમીઃ મોબાઇલ ફોનમાં આઇડી પર જૂગાર રમતો હતોઃ મોરબીના વિશાલનું નામ ખુલ્યું

રાજકોટ તા. ૨૪: દારૂ-જૂગારના દરોડાની કાર્યવાહી અંતર્ગત પીસીબીની ટીમે પારસી અગીયારી ચોક સ્ટાર ચેમ્બર નજીક નોવા હોટેલ પાસે દરોડો પાડી એક શખ્સને મોબાઇલ ફોનમાં આઇડી પર ઇંગ્લેન્ડમાં રમાઇ રહેલી ટ્વેન્ટી-૨૦ ડોમેસ્ટીક ક્રિકેટ ટુર્નામેન્ટની સમરસેટ અને ગ્લેમોરગન ટીમની મેચ પર સટ્ટો રમતાં પકડી લીધો હતો.
હેડકોન્સ. ઘનશ્યામસિંહ ચોૈહાણને મળેલી બાતમી પરથી પીએસઆઇ એમ.જે. હુણ, પી. બી. ત્રાજીયાની રાહબરીમાં એએસઆઇ મહિપાલસિંહ સહિતે બાતમી મુજબના શખ્સને પકડી લઇ નામ પુછતાં મહેશ નવીનભાઇ મારૂ (ઉ.૨૭-રહે. કોઠારીયા રોડ સુખરામનગર સોસાયટી-૫) જણાવ્યું હતું. પોલીસે તેનો મોબાઇલ ફોન ચેક કરતાં તેમાં સટ્ટો રમવા માટેની આઇડી હતી. તેમાં તેણે રન ફેરના ૫૦૦૦ના સદા કર્યા હોઇ વધુ પુછતાછ થતાં તે સટ્ટો રમતો હોવાનું અને આ આઇડી તેને મોરબીના વિશાલ સોનાગરાએ આપ્યાનું કહેતાં ગુનો નોંધી મોબાઇલ ફોન કબ્જે કરી તેની ધરપકડ કરવામાં આવી હતી. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(3:59 PM IST)










