તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th September 2024
અમરેલીમાં ડીસેમ્બરમાં સમસ્ત બ્રાહ્મણ જ્ઞાતિનો પરિચય મેળો
શ્રી ઓમ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા આયોજનઃ ૧ હજાર ઉમેદવારો ભાગ લેશેઃ રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ

તસ્વીરમાં જે. પી. ત્રિવેદી, મધુર ખીરા, જનાર્દન આચાર્ય, હર્ષદ વ્યાસ, વિક્રમ પંચોલી, સુરભી આચાર્ય, નીલમબેન ભટ્ટ, બિંદુબેન દવે નજરે પડે છે.
રાજકોટ તા. ર૪: ઓમ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા બાર પરિચય સંમેલનોની સફળતા બાદ આગામી ડિસેમ્બર મહિનામાં અમરેલી ખાતે સમગ્ર બ્રાહ્મણ જ્ઞાતિ માટે તેરમા જીવનસાથી પરિચય સંમેલનનું આયોજન હાથ ધરી રહ્યું છે. આ સંમેલન માટે પ્રમુખ જનાર્દન આચાર્ય, કન્વિનર હર્ષદભાઈ વ્યાસની નિશ્રામાં તડામાર તૈયારીઓ થઈ રહી છે.
ઓમ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ આચાર્ય ધનશ્યામજી રાજ, પ્રમુખ કૌશિકભાઈ પાઠક, સેક્રેટરી મધુકરભાઈ એસ. ખીરા તેમજ ટ્રસ્ટી મંડળના જગદિશભાઈ ત્રિવેદી (કોષાધ્યક્ષ), પ્રવીણભાઈ જોશી, બાલેન્દુ જાની, મહેન્દ્રભાઈ ઉપાધ્યાય, લલિતભાઈ જાની, પંકજભાઈ પી. રાવલ, અરુણભાઈ એન. જોશી આ કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી રહ્યા છે.
આ કાર્યક્રમની માહિતી આપતા ટ્રસ્ટી મંડળે જણાવ્યું હતું કે, અમરેલી ખાતે આવેલ શ્રી પારેખ મહેતા વિદ્યાલય, બસ સ્ટેશન પાસે આગામી તા. ૨૨ ડિસેમ્બર રવિવારના રોજ યોજાનાર આ કાર્યક્રમ માટે અમરેલીના બ્રહ્મ અગ્રણીઓ સર્વેશ્રી મુકુંદભાઈ સી. મહેતા ઉપપ્રમુખ આયોજન સમિતિ, અશ્વનિભાઈ એચ. ત્રિવેદી મંત્રી, હસુભાઈ જોશી, ભગીરથ પી. ત્રિવેદી તેમજ અમરેલી ટીમના પરેશભાઈ જે. આચાર્ય, ઉદયનભાઈ બી. ત્રિવેદી, તનસુખભાઈ ઠાકર, પાર્થિવભાઈ જોશી, બકુલભાઈ પંડયા, તુષારભાઈ જોશી, મહેન્દ્રભાઈ જોશી, મહેન્દ્રભાઈ શુકલ, નયનાબહેન આચાર્ય, કાશ્મિરાબેન વ્યાસ, બિનાબેન ત્રિવેદી, કલ્પનાબેન જાની, કિરણબેન ત્રિવેદી, આશાબેન ત્રિવેદી તેમજ જલ્પાબેન ત્રિવેદી તેમજ ઓમ માનવ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટની આયોજન સમિતિના કમલેશભાઈ જોશી, લલિતભાઈ ઉપાઘ્યાય, સમીરભાઈ ખીરા, સંજયભાઈ જોશી, નિલેશ ત્રિવેદી, પરાગ પી. ભટ્ટ, નરેશભાઈ ભટ્ટ, રાજીવ ઉપાધ્યાય તેમજ કાર્યાલય મંત્રી દિલીપભાઈ દવે, નિલેશભાઈ પંડયા અને સંગઠન મંત્રી વિક્રમભાઈ પંચોલી કાર્યક્રમની સફળતા માટે કટિબધ્ધ બન્યા છે.
આ કાર્યક્રમની માહિતી આપતાં જણાવાયું હતું કે, ઉમેદવારોને સ્ટેજ સંકોચ ન રહે તે માટે ઓમ માનવ કલ્યાણ ચેરી. ટ્રસ્ટ દ્વારા દર વખતની જેમ આ વખતે પણ હાઈટેક આયોજન કરાયું છે, જેમાં ઉમેદવાર દીકરા-દીકરીએ સ્ટુડિયો રૂમમાં બેસી પોતાનો પરિચય આપવાનો હોય છે જે વિગત બીગ સ્ક્રિન ઉપર પ્રસારીત થાય છે જે માતા-પિતા વાલીઓ નોંધી એકબીજા પરિવારનો સંપર્ક કરી શકે છે. પારિવારીક માહોલમાં યોજાતા આ કાર્યક્રમમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત તેમજ અન્ય રાજ્યોના ઉમેદવારો લાભાન્વિત બનતા હોય છે.
આ પરિચય સંમેલનના ફોર્મ ઓમ માનવ કલ્યાણ ચેરી. ટ્રસ્ટના કાર્યાલય, ૬૩૨, ધ સિટિ સેન્ટર, જુનુ આમ્રપાલી સિનેમા, રૈયા રોડ, રાજકોટ ખાતેથી મેળવી તા. ૨૪/૧૧/૨૦૨૪ સુધીમા આપવાના રહેશે. દીકરીઓ માટે રૂા. ૫૦૦/- (રિફન્ડેબલ) જે કાર્યક્રમમાં હાજર રહેનાર દિકરીને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્થળ ઉપર પરત કરવામાં આવશે.
વધુ વિગત માટે કન્વિનર હર્ષદભાઈ વ્યાસ મો. ૮૯૯૯૫ ૦૦૧૨૧, નિલેશ પંડયા ૯૩૭૪૨ ૨૫૧૦૧, જનાર્દનભાઈ આચાર્ય ૯૮૨૪૨ ૧૪૦૨૧ તેમજ મધુકરભાઈ ખીરા ૯૭૨૬૧ ૪૯૫૪૮ તેમજ અમરેલી ખાતે હસુભાઈ જોશી ૯૪૨૮૬ ૧૫૬૬૨, મુકુંદભાઈ મહેતા ૯૯૨૫૨ ૬૫૨૪૫, અશ્વનિભાઈ ત્રિવેદી ૭૦૧૬૮ ૨૮૧૩૭ નો સંપર્ક સાધવા જણાવાયું છે.
(3:13 PM IST)










