<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

સહકારી બેંકોના સીઈઓ સિનિયર અધિકારીઓનો સેમિનાર યોજાયો

રાજકોટઃ તાજેતરમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છ અર્બન કો-ઓપરેટીવ બેંકોના સીઈઓ સહીત સીનીયર લેવલ અધિકારીઓ માટે બેંકીંગ સંબંધીત સર્કયુલર વિષયક સેમીનાર યોજવામાં આવેલ.

આ સેમિનારમાં બેંકીગ વિષયક તજજ્ઞ ચાર્ટડ એકાઉન્‍ટન્‍ટ શ્રી ગોપાલ ધકાણએ જરૂરી માર્ગદર્શન પુરુ પાડયું હતું.

આરસીસી બેંકના સીઈઓ શ્રી પુરુષોત્તમ પીપરીયા અને ડેપ્‍યુટી જનરલ મેનેજર શ્રી પ્રકાશ શંખાવાલાએ બેંક વહીવટને આનુષંગિક પશ્‍નોના નિવારણ માટે યોગ્‍ય માર્ગદર્શન સાથે ઉપાયો સુચવ્‍યા હતા.

છેલ્લા સેસન્‍સમાં બેંકીગ સમસ્‍યાઓના નિવારણ માટે પાર્ટીસીપન્‍સોએ ઉત્‍સાહ પુર્વક ભાગ લઈ પોતાના મંતવ્‍યનુ આદાનપ્રદાન કરી વિચાર ગોષ્ઠી કરેલ હતી.

(4:51 PM IST)