<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

શિક્ષણ બોર્ડની બે બેઠકો ઉપર શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ

શાળા સંચાલક વિભાગમાં ત્રિપાંખીયો જંગ : ઉમેદવારોની પ્રતિષ્‍ઠા દાવ ઉપર : ૧૦૯૦૦ મતદારો મતદાન કરશે : મતદાન મથક ઉપર ટેકેદારો ઉમટયા : ગુરૂવારે મતગણતરી

રાજકોટ : ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં આજે બે બેઠકો ઉપર મતદાન થઇ રહ્યું છે. શહેરના વીરાણી હાઇસ્‍કુલ ખાતે મતદાન મથકે ઉમેદવાર મેહુલ પરડવા, પ્રિયદર્શન કોરાટે મતદાન કર્યું હતું તે સમયની તસ્‍વીર. અન્‍ય તસ્‍વીરમાં શાળા સંચાલક મહામંડળના આગેવાનો નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરિયા)

રાજકોટ તા. ૨૪ : ગુજરાત રાજ્‍ય માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે બે સભ્‍યોની ચૂંટણી માટે શાંતિપૂર્ણ મતદાન થઇ રહ્યું છે. મતદાન મથકોએ ઉમેદવાર અને તેના ટેકેદારો ઉમટી રહ્યા છે. ઉમેદવારોની તરફેણમાં વધુ મતદાન કરાવવા દોડધામ કરી રહ્યા છે.

આજે ગુજરાત માધ્‍યમિક, ઉચ્‍ચતર માધ્‍યમિક બોર્ડની ચૂંટણી છે. ત્‍યારે ૯ બેઠકોમાંથી ૬ બેઠકો બિનહરીફ થતા ૨ બેઠકો માટે મતદાન યોજાયું છે. આજે ગુજરાત માધ્‍યમિક, ઉચ્‍ચતર માધ્‍યમિક બોર્ડની ચૂંટણી છે. રાજયમાં ૧૦,૯૦૦ મતદારો પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ૯ બેઠકોમાંથી ૬ બેઠકો બિનહરીફ થતા ૨ બેઠક માટે મતદાન યોજાશે. વાલી મંડળની બેઠક પર ૬ મહિના બાદ મતદાન યોજાશે. તેમજ સંચાલક મંડળની બેઠક પર ત્રણ ઉમેદવારો મેદાનમાં છે. સંચાલક મંડળની બેઠક પર પ્રિયવદન કોરાટ અને જે.વી.પટેલ અને મેહુલ પરડવા વચ્‍ચે ટક્કર થશે. પ્રિયવદન કોરાટે બળવો કરી ઉમેદવારી નોંધાવી છે. ચેતનાબેન ભગોરા, દિગ્‍વિજયસિંહ જાડેજા, રાજેશ જોધાણી અને વિજય ખટાણા વચ્‍ચે ટક્કર છે.

સવારે ૮ વાગ્‍યાથી સાંજે ૫ વાગ્‍યા સુધી મતદાન થઇ રહ્યું છે. મતદાન કરવા આવનાર તમામને ઓળખપત્ર લાવવું ફરજિયાત છે. તેમજ બુથની અંદર ઉમેદવાર અને તેમનાં એજન્‍ટ સિવાય કોઈને પણ પ્રવેશ આપવામાં આવ્‍યો નથી. જે શાળાઓમાં મતદાન મથક હશે ત્‍યાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.મતદાન મથકો પર ૮ થી ૫ વાગ્‍યા સુધી મતદાન યોજાશે.

રાજકોટ શહેરમાં આજે વીરાણી હાઇસ્‍કુલ ખાતે સવારથી જ ઉમેદવાર મેહુલ પરડવા અને તેમના ટેકેદારો મહેતા સહિતના ઉમટી પડયા હતા અને મતદારોને મતદાન કરાવવા દોડધામ કરી રહ્યા હતા.

અમદાવાદમાં સરકારી શાળાનાં શિક્ષક અને સંચાલક મંડળની બેઠક મળી કુલ ૧૦૧૭ જેટલા મતદારો મતદાન કરશે. અમદાવાદમાં ૫ મતદાન કેન્‍દ્રો પર મતદાન યોજાશે. તેમજ અમદાવાદ શહેરમાં એક અને અમદાવાદ ગ્રામ્‍યનાં ચાર મતદાન મથકો પર સવારે ૮ થી ૫ વાગ્‍યા સુધી મતદાન થશે.અમદાવાદમાં કઈ કઈ સ્‍કૂલમાં મતદાન યોજાશે.

(11:45 AM IST)