<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

વોડાફોન આઇડિયાએ ત્રણ વૈશ્વિક નેટવર્ક ભાગીદારો સાથે $૩.૬ અબજની મેગા ડીલ કરી

રાજકોટ,તા. ૨૩: વોડાફોન આઈડિયા (‘VIL' અથવા ‘કંપની') એ ત્રણ વર્ષના સમયગાળામાં નેટવર્કની કામગીરી માટે ઉપકરણો સપ્‍લાય માટે નોકિયા, એરિક્‍સન અને સેમસંગ સાથે અદભુત USD ૩.૬ અબજ ( ૩૦૦ અબજ) ની ડીલ કરી. આ ડીલ કંપનીની ~ USD ૬.૬ બિલિયન (રૂ. ૫૫૦ બિલિયન)ના ત્રણ વર્ષના કેપેક્‍સ પ્‍લાનના અમલ તરફનું પ્રથમ પગલું છે. કેપેક્‍સ પ્રોગ્રામનો ઉદ્દેશ્‍ય 4G પોપ્‍યુલેશન કવરેજને ૧.૦૩ અબજથી ર૧.૨ અબજ સુધી વિસ્‍તૃત કરીને મુખ્‍ય બજારોમાં 5G નું લોન્‍ચિંગ અને ડેટા વૃદ્ધિને અનુરૂપ ક્ષમતા વિસ્‍તરણ કરવાનો છે. કંપનીએ તેના હાલના લાંબા ગાળાના ભાગીદારો નોકિયા અને એરિક્‍સન સાથે ચાલુ રાખ્‍યું છે અને નવા ભાગીદાર, સેમસંગ સાથે પણ ભાગીદારી કરી છે.

વોડાફોન આઈડિયા લિમિટેડના સીઈઓ અક્ષય મૂન્‍દ્રાએ જણાવ્‍યું હતું કે, ‘અમારા ગ્રાહકોને સર્વશ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા માટે અમે ઉભરતી નેટવર્ક ટેક્‍નોલોજીમાં રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે રોકાણનું ચક્ર શરૂ કર્યું છે અને VIL ૨.૦ ની અમારી સફર પર છીએ અને અહીંથી, VIL, ક્ષેત્રની વૃદ્ધિની તકોમાં પ્રભાવી રીતે ભાગ લેવા માટે સકારાત્‍મક પરિવર્તન લાવશે.

(5:01 PM IST)