<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

સામાકાંઠે કાલે સેવાસેતુ કાર્યક્રમ

મનપા આપના આંગણેઃ વિવિધ સરકારી યોજનાની કામગીરીનો સ્‍થળ પર જ નિકાલ સવારે ૯ વાગ્‍યે અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમ ખાતે આયોજન

રાજકોટ, તા., ૨૩:  મેયરશ્રી નયનાબેન પેઢડિયા, ડેપ્‍યુટી મેયરશ્રી નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઈ ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇ,  આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડકશ્રી મનીષભાઈ રાડીયા  જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા પણ મહાનગરપાલિકાને લગત જુદી જુદી સેવાઓ અંગેના નગરજનોના પ્રશ્નો તેમજ સરકારશ્રીની યોજનાઓ વિગેરેના નિકાલ માટે દસમાં તબક્કાનો  સેવા સેતુ કેમ્‍પનુ આવતીકાલ તા.૨૪  મંગળવારના રોજ સવારે ૦૯.૦૦ કલાકે, ઇસ્‍ટ ઝોનમાં આવેલ  અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ, સેટેલાઈટ ચોક, પેડક રોડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્‍પનું દિપ પ્રાગટય વિધાનસભા-૬૮ના ધારાસભ્‍ય  ઉદયભાઈ કાનગડના  હસ્‍તે કરી ખુલ્લો મુકવામાં આવશે. આ કેમ્‍પમાં અધ્‍યક્ષ સ્‍થાને મેયર નયનાબેન પેઢડિયા ઉપસ્‍થિત રહેશે.   

આ સેવા સેતુ કેમ્‍પમાં કેબીનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોતમભાઇ રૂપાલા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય,ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસકપક્ષ નેતા  લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, ડૉ.માધવભાઈ દવે,વિરેન્‍દ્રસિંહ ઝાલા, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારી, સરકારશ્રીની વિવિધ કચેરીના અધિકારી-કર્મચારીઓ તેમજ બહોળી સંખ્‍યામાં લાભાર્થીઓ ઉપસ્‍થિત રહેશે.

આ દસમાં તબક્કાના સેવા સેતુ કેમ્‍પમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવી કે, પી.એમ. સ્‍વનિધિ યોજના, હેલ્‍થ કેમ્‍પ, આર.સી.એચ., આયુષ્‍યમાન પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના, પી.એમ. ભારતીય જન ઔષધી યોજના, આધાર નોંધણી, પી.એમ. આવાસ યોજના (અર્બન), સ્‍વચ્‍છ ભારત અભિયાન (અર્બન), પી.એમ. ઈ-બસ સેવા, અમળત  યોજના, સરકારની વિવિધ યોજનાઓ અંગે કામગીરી કરવામાં આવશે.

(4:32 PM IST)