તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd September 2024
જિલ્લા પંચાયતનું વહીવટી તંત્ર કોર્ટ બિલ્ડીંગમાં કાર્યરતઃ જુની કચેરી પાડવાની શરૂઆત
આજથી ડી.ડી.ઓ. પણ વૈકલ્પિક જગ્યામાં : પદાધિકારીઓ સ્થળાંતર કરે એટલી જ વાર

રાજકોટ, તા .,૨૩ : જિલ્લા પંચાયત કચેરી પાડીને નવેસરથી બનાવવાની પૂર્વ કામગીરી આગળ વધી રહી છે. આજથી ડીડીઓ ડો. નવનાથ ગવ્હાણે પણ વૈકલ્પિક વ્યવસ્થાના સ્થાન જૂની કોર્ટ બિલ્ડિંગમાં બેસવા લાગ્યા છે શાખા અધિકારીઓ અગાઉથી ત્યાં કાર્યરત થઈ ગયા હતા. હવે માત્ર પદાધિકારીઓ રેસકોસ ચોકની જૂની બિલ્ડીંગમાં છે. બાકીનું વહીવટી તંત્ર સિવિલ હોસ્પિટલ ચોકમાં કોર્ટ બિલ્ડિંગમાં કાર્યરત થઈ ગઈ છે.
જિલ્લા પંચાયતની હાલની ઇમારત તોડીને ત્યાં આશરે રૂપિયા ૩૫ કરોડના ખર્ચે નવી પાંચ માળની આધુનિક સુવિધાપૂર્ણ ઈમારત બંધાનાર છે દોઢ બે વર્ષ માટે જૂની કોર્ટ બિલ્ડીંગમાંથી જિલ્લા પંચાયત નો વહીવટ ચાલશે. વહીવટી તંત્ર નવી જગ્યાએ ખસેડાઈ જતા કોન્ટ્રાક્ટરે જૂની બિલ્ડીંગના તોડફોડના કામનો પ્રારંભ કર્યો છે બારી દરવાજા કાઢવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં જૂના બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવશે. ખુલ્લી જગ્યા થઈ ગયા બાદ નવી કચેરી બનાવવા માટે ખાતમુહુર્ત કરવામાં આવશે. ખાતમુહુર્તનું આમંત્રણ આપવા માટે પદાધિકારીઓએ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોનો સમય માગ્યો છે. ૩૪ જેટલા વળક્ષો કપાતમાં આવે છે તે વળક્ષોને નવેસરથી રોપી શકવાની શકયતા તપાસવી રહી છે નવી કચેરી તૈયાર થતાં બે વર્ષ જેટલો સમય લાગશે છૂટાયેલી વર્તમાન પાકની મુદત માર્ચ ૨૦૨૬ માં પૂર્ણ થશે. જુની કોર્ટ બિલ્ડીંગના પ્રથમ માળ પર ટુંક સમયમાં પદાધિકારીઓ પ્રસ્થાન કરશે.
(4:42 PM IST)










