<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

મનપામાં પર્યાવરણ શાખામાં સતત બીજા દિવસે બદલીનો દોર યથાવતઃ ૨૫ સેનેટરી ઇન્‍સ્‍પેક્‍ટર તથા ૪૯ સબ ઇન્‍સ્‍પેક્‍ટરની કામગીરીમાં ફેરફાર

રાજકોટઃ શનિવારે મ્‍યુનિસિપલ કોર્પોરેશનના પર્યાવરણ ઇજનેર તથા નાયબ પર્યાવરણ ઇજનેરોની બદલીના હુકમ લાંબા સમય બાદ કમિશનર દ્વારા કરવામાં આવ્‍યા બાદ આજે સવારે વિવિધ વોર્ડના ૨૫ સેનેટરી ઇન્‍સ્‍પેક્‍ટર તથા ૪૯ સબ ઇન્‍સ્‍પેક્‍ટરોની બદલીની માંગણીની અરજી મુજબ તથા એક જ વોર્ડ, ઝોનમાં ત્રણ વર્ષથી વધુ સમય થયેલો હોય તેવા કર્મચારીઓની કામગીરીમાં ફેરફાર કરવાનો હુકમ કરવામાં આવ્‍યો છે. જેમાં સેનેટરી ઇન્‍સ્‍પેક્‍ટરમાં મયુર પરનાલિયાને વોર્ડ નંબર ૧માં, પરેશકુમાર જોશીને વોર્ડ નંબર ૧૮માં, હરેશ ગોહિલને વોર્ડ નંબર ૭માં, નિલેશ કાચાને વોર્ડ નંબર ૯માં, સતીશકુમાર પટેલને વોર્ડ નંબર ૧૩માં, કિરીટ પરમારને વોર્ડ નંબર ૨માં તેમજ સબ સેનેટરી સબ ઇન્‍સ્‍પેક્‍ટરમાં નીરવ દવેને વોર્ડ નંબર આઠ, નેહલ ડામોરને વોર્ડ નંબર ૨માં રીના નકુમને વોડ નંબર ૭માં મયુર રાઠોડને વોર્ડ નંબર ૨માં સંજય ચાવડાને વોર્ડ નંબર ૭ સહિત વગેરે કર્મચારીઓનો સમાવેશ થાય છે

(4:44 PM IST)