તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd September 2024
ઢોર ડબ્બામાં પશુઓના મૃત્યુ સંદર્ભે હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરવા કોંગ્રેસ આગેવાનોની ચીમકી
ગાય માતાના મોત માટે જવાબદાર સામે કાર્યવાહી કરવા કોમલબેન ભારાઇ રણજીત મુંધવા સહિતના આગેવાનોની માંગ

રાજકોટ : મનપાના ઢોર ડબ્બામાં છેલ્લા ચાર મહિનામાં ૭પ૬ ઢોર મૃત્યુ થયા હોવાનું મનપા તંત્રએ સત્તાવાર જનરલ બોર્ડમાં ખુલાસો કરાયો તે સંદર્ભે કોર્પોરેટર કોમલબેન ભારાઇ, કોંગી અગ્રણી રણજીત મુંધવા સહિતના અગ્રણીઓએ આ ઢોરના મૃત્યુ અંગે હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરવા ચીમકી ઉચ્ચારી છે. આ અંગે ‘‘અકિલા'' ખાતે વિગતો વર્ણવેલ તે સમયની તસ્વીર નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા) (૯.ર૬)
રાજકોટ, તા. ર૩ : કોંગ્રેસના કોર્પોરેટર કોમલબેન ભારાઈ દ્વારા ઢોર ડબ્બાને લઈને સવાલ કરવામાં આવ્યા હતા. જવાબમાં રાજકોટના ઢોર ડબ્બામાં ૩ મહિનામાં ૭૫૬ પશુઓનાં મોત થયાનો મહાનગરપાલિકા દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. તેમજ આ સમયગાળા દરમિયાન જીવદયા ટ્રસ્ટને ઢોરના નિભાવ માટે રૂ. ૧૭.૮૬ લાખની ગ્રાન્ટ ચૂકવવામાં આવી હોવાનું જણાવાયું છે. જોકે, ચોમાસાને કારણે વધુ પશુઓ મળત્યુ પામ્યાનો તંત્ર દ્વારા બચાવ કરવામાં આવ્યો હોવાનો આજે અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવેલ કોર્પોરેટર કોમલબેન ભારાઇ તથા કોંગી નેતા અને માલધારી આગેવાનો તથા મુંધવાએ આક્ષેપ કરી તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠાવ્યા છે.
વધુમાં શ્રી ભારાઇ અને મુંધવા એ જણાવ્યું હતું કે, ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ૧૭ અધિકારીઓ જેલમાં છે તો આમા કેમ નહિ આ મામલે હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરવાની ચિકી ઉચ્ચારવામાં આવી છે.
કોંગ્રેસના કોર્પોરેટર કોમલબેન ભારાઈ દ્વારા જનરલ બોર્ડમાં પ્ર‘ પૂછવામાં આવ્યો હતો કે, ૧૫ જૂન-૨૦૨૪ સુધીમાં ઢોર ડબ્બામાં કેટલાં ઢોર હતાં અને કેટલાં ઢોર આજ સુધીમાં મળત્યુ પામ્યાં છે આ સવાલનો લેખિત જવાબ આપતાં મહાનગરપાલિકાની એ.એન.સી.ડી શાખા દ્વારા જણાવાયું હતું કે, ૧૫ જૂન-૨૦૨૪ના ઢોર ડબ્બામાં કુલ ૧૩૪૫ ઢોર હતાં, જેમાં ૧૬૬ ગાય, ૮૫ વાછરડી, ૨૧૦ બળદ-ખૂંટ, ૮૭૫ વાછરડાં, ૫ પાડી અને ૪ બકરીનો સમાવેશ થાય છે. આ પૈકી ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી ૭૫૬ ઢોર મળત્યુ પામ્યાં છે.
સાથે સાથે એમ પણ જણાવાયું છે કે, મોટા પશુઓ જેમાં ઘોડા, ગાય, બળદ-ખૂંટ સહિતને દરરોજ ૨૦ કિલો અને નાનાં પશુ જેમાં બકરી, વાછરડી, પાડી સહિતને ૧૦ કિલો દૈનિક ઘાસચારો આપવામાં આવતો હોય છે. પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, જો નિયમ પ્રમાણે ઘાસચારો તેમજ સારવાર આપવામાં આવી રહી હોય તો પછી માત્ર ૩ મહિનામાં આટલાં બધાં પશુઓ મળત્યુ કેવી રીતે પામે મનપા દ્વારા મોટા પશુના નિભાવ માટે જીવદયા ટ્રસ્ટને પ્રતિ ઢોરદીઠ પ્રતિ દિવસ ૫૦ અને નાના ઢોર માટે પ્રતિઢોર દીઠ પ્રતિ દિવસ ૩૫ રૂપિયા ગ્રાન્ટ ચૂકવવામાં આવે છે. આ રીતે જોવા જઈએ તો મનપા દ્વારા સંસ્થાને આ સમયગાળા દરમિયાન રૂ. ૧૭.૮૬ લાખની ગ્રાન્ટ પણ ચૂકવવામાં આવી છે.
મહાપાલિકા દ્વારા રસ્તે રખડતાં ઢોર જપ્ત કરીને તેને રામવન પાસે બનાવવામાં આવેલા ઢોર ડબ્બામાં રાખવામાં આવે છે. અહીં ઢોર રખાયા બાદ તેની તમામ પ્રકારની સાર-સંભાળ, સારવાર સહિતની જવાબદારી સામાજિક સંસ્થા જીવદયા ટ્રસ્ટને સોંપવામાં આવી છે. જો કે, સંસ્થા પોતાની જવાબદારી નિભાવવામાં ઊણી ઊતરી રહી હોય તેવું પશુપ્રેમીઓને લાગી રહ્યું છે. કેમ કે, માત્ર ૩ મહિનામાં ઢોર ડબ્બામાં રહેલાં ૭૫૬ પશુઓનાં મોત નીપજ્યા હોવાનો સત્તાવાર એકરાર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે.
આ અંગે મનપા તંત્ર પ્રાપ્ત સત્તવાર જણાવ્યું હતું કે ૯૫ દિવસ દરમિયાન જે ૭૫૬ ઢોર મળત્યુ પામ્યાં છે. તેમાં ગાયની સંખ્યા ૧૦૮ છે. ઉપરાંત ખૂંટિયા અને મોટા વાછરડાની સંખ્યા વધુ છે. કેમ કે, તેમને પૂરતું પોષણ ન મળ્યું હોવાથી મોતને ભેટયા હોઈ શકે છે. હાલ મહાનગરપાલિકાના ઢોર ડબ્બામાં ૧૧૨૦ જેટલાં ઢોર રહેલાં છે. સામાન્ય રીતે ઢોર ડબ્બામાં વધુ બીમાર અને વળદ્ધ પશુઓ આવતાં હોય છે. ચોમાસામાં આવાં પશુઓનાં મોત થતાં હોય છે. ઢોર ડબ્બામાં રહેલાં પશુઓના નિભાવ માટે જીવદયા ટ્રસ્ટને પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ અપાયો છે. જેને આવતા મહિને બે વર્ષ પૂર્ણ થશે. ખાસ કરીને પશુઓનાં મળત્યુ થવા પાછળ ચોમાસાની ઋતુ પણ જવાબદાર હોવાની શકયતા છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વોટ્સએપ ગૌપ્રેમીઓએ ઢોર ડબ્બામાં થતા ગાયોનાં મોત મામલે મનપા સામે સવાલ ઉઠાવવાની જરૂર છે. ઢોર ડબ્બામાં હાલમાં કોઈને જવા દેવામાં આવતા નથી. કારણ ત્યાં હૃદયદ્રાવક દૃશ્યો હોય છે. ગાય માતા અને વાછરડાને પૂરતો ખોરાક મળતો ન હોવાથી તેઓ વાયર ખાતા હોય તેવા વીડિયો સામે આવ્યા છે. થોરાળા પોલીસ સ્ટેશન ખાતે આ મામલે નામજોગ ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. માત્ર મારું નિવેદન લઈ વાત પૂરી કરવામાં આવી છે. ત્યારે ગાય માતાનાં મોત માટે જવાબદાર હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી કરવામાં આવી છે. અને આ અંગે કાયદાકીય પગલાની ચીમકી આપવામાં આવી છે.
(3:29 PM IST)










