તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd September 2024
સદર બજારમાં દુકાનમાં આગઃ ૭ લાખનું નુકસાન
આગ શોટ સર્કિટના લીધે લાગીઃ કોમ્પ્યુટર, સીપીયુ, એસી, રો-મટીરીયલ તથા અન્ય સાધનો બળી ગયા

રાજકોટઃ તા. ૨૩: સદરબરજાર મેઇન રોડ પર આવેલી દુકાનમાં આગ લાગતા ફાયરબ્રિગેડ સ્ટાફે સ્થળપર પહોંચી આગ બુઝાવી હતી.
મળતી વિગત મુજબ સદરબજાર મેઇન રોડ પર આવેલ બેકરી બજાર નામની બેકરીને લગતા રો મટીરીયલની દુકાનમાં મોડી રાત્રે એકાએક આગ લાગતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા બાદ કોઇએ જાણ કરતા ફાયર બ્રિગેડ સ્ટાફના લીડીંગ ફાયર મેન પંકજભાઇ ટા઼ક, હરેશભાઇ, અવીનાશભાઇ, ગૌતમભાઇ, રોહીતભાઇ, રાજયપાલ, હિમાંશુ દેવાભાઇ, અને આદિલભાઇ સહિતે સ્થળપર પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી બનાવની જાણ થતા વેપારી નૈશાદભાઇ દિનેશભાઇ કાથરાણી દોડી આવ્યા હતા. આગમાં રો મટીરીયલ, કોમ્પ્યુટર, સીપીયુ એસી, તથા બેકરીનો સામાન બળી ગયો હતો. આગ શોર્ટ સર્કિટના કારણે અને તેમાં અંદાજે રૂા. ૭ લાખનું નુકસાન થયું હોવાનું વેપારીએ જણાવ્યું હતું.
(3:08 PM IST)










