<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

રીજીયોનલ સાયન્‍સ સેન્‍ટર દ્વારા નાટક : ‘દરિયા જેવા બનીએ'

 

રાજકોટ : દર વર્ષે સપ્‍ટેમ્‍બર માસના ત્રીજા શનિવારના દિવસે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્‍ટ્રીય કોસ્‍ટલ ક્‍લીન-અપ ડે ઉજવવામાં આવે છે. આંતરરાષ્‍ટ્રીય કોસ્‍ટલ ક્‍લીનઅપ ડેની સ્‍થાપના ઓશન કન્‍ઝર્વન્‍સી દ્વારા કરવામાં આવી હતી, જે એક સંસ્‍થા છે જે દર વર્ષે સામનો કરતા પડકારોથી સમુદ્રને બચાવવા માટે કામ કરે છે. તે ૧૯૮૬માં વોશિંગ્‍ટન રાજ્‍યના પશ્‍ચિમ કિનારે યુનાઇટેડ સ્‍ટેટસમાં સ્‍થાપના કરવામાં આવી હતી. આ દિવસ ઉજવવાનો મુખ્‍ય હેતુ લોકોને દરિયા કિનારાને સાફ કરવો, મહાસાગરોના જળમાર્ગોની જાળવણી અને દરિયાઇ જીવ સૃષ્‍ટિનાં સંરક્ષણ વિશે જાગૃતિ લાવવા માટે પ્રોત્‍સાહિત કરવાનો છે. રીજીયોનલ સાયન્‍સ સેન્‍ટર - રાજકોટ દ્વારા લોકોને દરિયાઈ જીવસળષ્ટિને બચાવવા તથા દરિયા અને તેના કિનારાઓને સાફ રાખવાનો પ્રેરણાદાયી સંદેશ આપવા માટે ખાસ નાટક ‘દરિયા જેવા બનીએ' પ્રસ્‍તુત કરવામાં આવ્‍યું. સેન્‍ટરની ટીમ દ્વારા જ તૈયાર કરી અને ભજવવામાં આવ્‍યું હતું. ‘દરિયા જેવા બનીએ' નાટકને સેન્‍ટરના ડાયરેક્‍ટર ડો. સુમિત વ્‍યાસ દ્વારા લિખિત અને દિગ્‍દર્શિત કરવામાં આવેલ છે.

સેન્‍ટરની ટીમ મીસ. જાગળતિ ચૌહાણ, મી. જયદીપ જાડા, મિસ. રુચિતા જેઠવા, મિસ.નિશા રાવલ, મી.કરણ કટેસિયા, મી. મિહિર વ્‍યાસ દ્વારા અભિનય કરવામાં આવ્‍યો હતો તેમજ સાઉન્‍ડ ડિઝાઇનિંગનું કામ મી. જીત સોલંકીએ કર્યું હતું. નાટકમાં વપરાયેલ તમામ સેટ ડીઝાઈન પ્રોપર્ટીસ મિસ. સેજલ કંજારીયા દ્વારા વેસ્‍ટ મટીરીયલમાંથી બનાવવામાં આવ્‍યા હતા, આ નાટકના ઇવેન્‍ટ મેનેજમેન્‍ટ મી. વિવેક ખીમસુરીયા દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ નાટકને સેન્‍ટરની મુલાકાતે આવેલ. ૨૩૩ જેટલા મુલાકાતીઓએ નિહાળ્‍યું હતું

(3:02 PM IST)