<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

અકિલા - લોહાણા મહાજન રાસોત્સવઃ પાસ મેળવવા ખેલૈયા ઓ તૂટી પડયા

રાસ - ગરબાની રમઝટ બોલાવવા રઘુવંશીઓ આતુર : તારીખ ૩ ઓકટોબરથી ૧૨ ઓકટોબર ૨૦૨૪ દરમિયાન હરીશભાઇ લાખાણીનું ગ્રાઉન્‍ડ, માધાપર ચોકડી, રાજકોટ ખાતે પ્રિન્‍સ, પ્રિન્‍સેસ, વેલડ્રેસ વિજેતાઓ બનવા માટે ખરાખરીનો જંગ જામશે : વિજેતાઓને દરરોજ આકર્ષક ઇનામો સાથે મેગા ફાઇનલમાં ૨૫ ગ્રામ, ૧૦ ગ્રામ તથા ૫ ગ્રામ ગોલ્‍ડ, બાઇક, એકટીવા, મોબાઇલ, ટેબલેટ, લેપટોપ, ટી.વી., હોમ થીયેટર સહિતના લાખેણા ઇનામો અપાશે : જાણકાર, અનુભવી અને તટસ્‍થ નિર્ણાયકો સેવા આપશે : પૂરતી સલામતી સાથે પારિવારીક વાતાવરણમાં એક લાખ વોટની અદ્યતન - ઓરીજીનલ જે.બી.એલ. સાઉન્‍ડ સિસ્‍ટમથી વિશાળ મેદાન ધમધમી ઉઠશે : સુપ્રસિધ્‍ધ ઓર્કેસ્‍ટ્રાના સંગાથે વિખ્‍યાત ગાયક કલાકારો, લોકપ્રિય આરજે સોનામાં સુગંધ ભેળવશે : લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિત સમગ્ર ટ્રસ્‍ટી મંડળ ટીમ દ્વારા તડામાર તૈયારી

રાજકોટ તા. ર૩ :.. સમગ્ર વિશ્વમાં પ્રખ્‍યાત ગુજરાતનો મુખ્‍ય તહેવાર નવરાત્રીને હવે ગણત્રીના દિવસો બાકી રહ્યા છે. ત્‍યારે વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા તારીખ ૩ ઓકટોબરથી ૧ર ઓકટોબર, ર૦ર૪ (દસ દિવસ) દરમ્‍યાન હરીશભાઇ લાખાણીનું ગ્રાઉન્‍ડ, માધાપર ચોકડી, રાજકોટ ખાતે ‘અકિલા-લોહાણા મહજન રાસોત્‍સવ-ર૦ર૪' નું ભવ્‍ય અદ્‌્‌કેરૂ, જાજરમાન આયોજન કરવામાં આવ્‍યું છે.

અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન હેઠળ યોજાનાર ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્‍સવ-ર૦ર૪' માં વિશાળ અને સમથળ ગ્રાઉન્‍ડ ઉપર રાસ-ગરબાની રમઝટ બોલાવવા રઘુવંશીઓ આતૂર બન્‍યા છે.

રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્‍ટ ઓફીસ, મહિલા કોલેજ અન્‍ડરબ્રીજ ઉપર, ભવાની ગોલા સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે પાસ મેળવવા માટે ખેલૈયાઓ રીતસર તૂટી પડયા છે. મો. નં. ૯પ૩૭૭ ૧૧૭૭૪ તથા ૮૧૮૧૮ રપરપ૮ ઉપર પણ પાસ બુકીંગ માટે ભારે પુછપરછ થઇ રહી છે. નવરાત્રી દરમ્‍યાન દરરોજ તથા છેલ્લા દિવસે મેગા ફાઇનલમાં પ્રિન્‍સ, પ્રિન્‍સેસ, વેલડ્રેસ  વિજેતાઓ બનવા માટે ખેલૈયાઓ વચ્‍ચે ખરાખરીનો જંગ જામશે. સમગ્ર રાસોત્‍સવને વિશ્વના લાખો લોકો ગત વર્ષની માફક આ વર્ષે પણ ‘અકિલા' ના માધ્‍યમથી લાઇવ નિહાળી શકે તેવું પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્‍યું છે.

સમગ્ર રાસોત્‍સવને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને અકિલા વેબ એડીશનના તંત્રીશ્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ, સહકાર, હૂંફ મળી રહેલ છે.

‘અકિલા-લોહાણા મહાજન રાસોત્‍સવ-ર૦ર૪' માં પ્રિન્‍સ, પ્રિન્‍સેસમાં વેલડ્રેસ સહિતના વિજેતાઓને દરરોજ આકર્ષક ઇનામો અપાશે. ઉપરાંત મેગા ફાઇનલમાં વિજેતાઓને રપ ગ્રામ, ૧૦ ગ્રામ તથા પ ગ્રામ ગોલ્‍ડ, બાઇક, એકટીવા, મોબાઇલ, ટેબલેટ, લેપટોપ, ટી. વી., હોમથીયેટર સહિતના લાખેણા ઇનામો આપવામાં આવશે. જાણકાર, અનુભવી, તટસ્‍થ નિર્ણાયકોની ટીમ પોતાની સેવા આપશે. સીઝન પાસ લેનાર ખેલૈયાઓ જ મેગા ફાઇનલમાં ઇનામને પાત્ર બનશે તેવું રાજકોટ લોહાણા મહાજનની યાદીમાં જણાવાયું છે.

‘અકિલા-લોહાણા મહાજન રાસોત્‍સવ-ર૦ર૪ માં સુપ્રસિધ્‍ધ એસ. ડી. ગઢવી ઓર્કેસ્‍ટ્રાના સંગાથે જયદાન ગઢવી, ગાથા પોટા, ધૈર્ય રાજપરા, પ્રિયા કેવિન પરમાર સહિતના વિખ્‍યાત ગાયક કલાકારો જમાવટ કરશે. સાત સભ્‍યોની કોરસ સીંગર્સ ટીમ પણ તેઓનો સતત સાથ આપશે. લીડ ઓર્કેસ્‍ટ્રાના સંચાલક તરીકે ભારતમાં વન ઓફ ધ બેસ્‍ટ ડ્રમર ગણાતા સૌરભ ગઢવી ખેલૈયાઓને અવિરતપણે થીરકવા મજબૂર કરી દેશે. સાથે-સાથે યુવાધનને ઘેલું લગાડનાર લોકપ્રિય આર. જે. શીવરાજસિંહ ચુડાસમા એન્‍કર તરીકે ધુમ મચાવશે. સમગ્ર રાસોત્‍સવ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

હજ્‍જારો ખેલૈયાઓની આતુરતાનો અંત લાવનાર ‘અકિલા લોહાણા મહાજન રાસોત્‍સવ-૨૦૨૪'ને સફળ બનાવવા માટે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતી રીટાબેન કોટક, ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા, રાસોત્‍સવના પ્રોજેકટ ચેરમેનશ્રી હિરેનભાઇ ખખ્‍ખર, લોહાણા મહાજનના ટ્રસ્‍ટીઓશ્રી હરીશભાઇ લાખાણી, શ્રી જીતુભાઇ ચંદારાણા, શ્રી કિશોરભાઇ કોટક, એડવોકેટ શ્‍યામલભાઇ સોનપાલ, ડો.પરાગભાઇ દેવાણી, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શ્રી શૈલેષભાઇ પાબારી, શ્રી દિનેશભાઇ બવારીયા, એડવોકેટ મનિષભાઇ ખખ્‍ખર, ડો.જનકભાઇ ઠક્કર, શ્રી મુકેશભાઇ પાબારી, ડો.ભાવેશભાઇ સચદે, ડો.ચેતનભાઇ હિન્‍ડોચા, શ્રી ધવલભાઇ ખખ્‍ખર, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ અલ્‍પાબેન બરછા, શ્રીમતિ અલ્‍કાબેન પુજારા, શ્રીમતિ નિકીતાબેન નથવાણી, ડો.કૃપાબેન ઠક્કર, શ્રીમતિ ભાવિનીબેન ખખ્‍ખર, શ્રીમતિ સીમાબેન રાજદેવ, વિખ્‍યાત નવરંગ ગ્રુપ રાજકોટના શ્રી પરેશભાઇ ચગ, અજયભાઇ ખખ્‍ખર, લોહાણા મહાજન વાડી એડમિનિસ્‍ટ્રેટર હિતેનભાઇ દક્ષિણિ- પારેખ સહિતના અગ્રણીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

પાસ બુકીંગ માટેનું

સ્‍થળ તથા ફોન નંબર

રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્‍ટ ઓફિસ,

મહિલા કોલેજ અન્‍ડરબ્રીજ ઉપર,

ભવાની ગોલા સામે,

કાલાવડ રોડ, રાજકોટ.

મો.નં. ૯૫૩૭૭ ૧૧૭૭૪,

      ૮૧૮૧૮ ૨૫૨૫૮

(2:57 PM IST)