News of Tuesday, 17th September 2024
આજીડેમ પાણીની ખાણમાં ડૂબી જવાથી મુકેશ ડોડીયાનું મોત
જયનગરમાં રહેતા યુવકના મૃતદેહને ફાયર બ્રિગેડના સ્ટાફે પાણીમાંથી બહાર કાઢ્યો: અકસ્માત કે આપઘાત ? પોલીસ તપાસ શરૂ

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન પાછળ આવેલી પાણીની ખાણમાં ડૂબવાથી મોત નીપજ્યું હતું ફાયર બ્રિગેડને જાણ થતા ફાયર બ્રિગેડન સ્ટાફે મૃતદેહને બહાર કાઢ્યો હતો
મૃતકની ઓળખ મળી છે ફાયર બ્રિગેડ સ્ટાફે મૃતદેહને પાણીમાંથી બહાર કાઢયો હતો બાદમાં પ્રાથમિક તપાસમાં મૃતક મુકેશ ભાઈ ભાનુભાઈ ડોડીયા (ઉંમર વર્ષ 41)( રહે જયનગર વાળા ) હોવાનું બહાર આવ્યું છે
બીજીતરફ આ બનાવ અકસ્માતનો કે આપઘાત ? તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે
(11:11 PM IST)










