<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

રાજકોટના ત્રંબામાં ગણપતિ વિસર્જન વખતે રાજકોટના ત્રણ યુવાન ડૂબ્યા: એકનું મોત

 રાજકોટ: આજે ગણપતિ મહોત્સવની પૂર્ણાહુતિ નિમિતે લોકોએ વાજતે ગાજતે વિસર્જન કર્યું હતું. કોઈ દુર્ઘટના ન બને એ માટે તંત્રએ વ્યવસ્થા કરી હતી. આમ છતાં ત્રંબા

ત્રિવેણી સંગમમાં ગણપતિ વિસર્જન વખતે રાજકોટના ત્રણ યુવાન ડૂબ્યા હતાં. ત્રંબાથી જી.એન. જાદવે તસ્વીર મોકલી જણાવ્યું હતું કે  ડૂબી રહેલા યુવાનોને ગામ લોકોએ બચાવ્યા હતાં. જો કે એકની હાલત ગંભીર હતી.108 મારફટ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જે પૈકી એકનું મોત થયું હતું. રૂખડીયા પરાના લકી અશોકભાઈ મકવાણા ઉ.વ.૧૮નું મોત થયાનું જાણવા મળ્યું છે. બે યુવાન સારવાર હેઠળ અને ભયમુક્ત છે.

(6:12 PM IST)