<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

નવરાત્રીમાં કલબ યુવીના ૧૨ હજાર ખેલૈયાઓ ધૂમ મચાવશે કલબ યુવી દ્વારા ૧૬માં વર્ષે આયોજન : પાસ - ફોર્મનું વિતરણ કાર્ય શરૂ

રાજકોટ : કલબ યુવી દ્વારા  શ્રી ઉમિયાધામ સિદસર પ્રેરીત ‘કલબ યુવી નવરાત્રી મહોત્‍સવ -ર૦ર૪' ની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. ૧૬ માં વર્ષે શહેરમાં ન્‍યુ ૧પ૦ ફુટ રીંગ રોડ પર શિ૯પન સાગાની બાજુમાં, કોકોનેટ પાર્ટી પ્‍લોટની સામે વિશાળ મેદાનમાં સમગ્ર નવરાત્રી મહોત્‍સવ યોજાશે.

‘કલબ યુવી' નવરાત્રી મહોત્‍સવમાં એડવાઈઝરી ડાયરેકટર્સ મૌલેશભાઈ ઉકાણી, સ્‍મિતભાઈ કનેરીયા, એમ.એમ.પટેલ, કાંતીભાઈ ધેટીયા, બોર્ડ ઓફ ડાયરેકટરો બીપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, સુરેશભાઈ ઓગણજા, સંદીપભાઈ માકડીયા, નરેન્‍દ્રભાઈ ધેટીયા,  ડો. કલ્‍પેશભાઈ ઉકાણી, જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઈ ડઢાણીયા ની ટીમ સાથે ૧પ સભ્‍યોની કોર કમિટીમાં દિનેશભાઈ ચાપાણી, હર્ષિતભાઈ કાવર, હરીભાઈ કલોલા, રજનીભાઈ ગોલ, અતુલભાઈ ભુત, રેનીસભાઈ માકડીયા, દિનેશભાઈ વિરમગામા, યોગેશભાઈ કાલરીયા, વસંતભાઈ કનેરીયા, ચંદ્રેશભાઈ શીરા, દિલીપભાઈ ઝાલાવડીયા, રવિભાઈ ચાંગેલા, હસુભાઈ નાર, ચેતનભાઈ ભુત, કિશન સીણોજીયા ઉપરાંત ૯૧ સભ્‍યની કમિટી કાર્યરત છે.

સૌથી મોટુ ગ્રાઉન્‍ડ ૧,૦૬,૪૦૦ સ્‍કેવર ફુટ મેદાનમાં ૧ર હજાર ખૈલૈયાઓ રમી શકે અને ૩૦ હજાર દર્શકો વિવિધ કેટેગરીમાં બેસીને નવરાત્રીનો આનંદ માણી શકે તે માટે સમથળ મેદાનમાં ટુ લેયર કારપેટ, આમંત્રીતો માટે ૬ ગેલેરી, લાઈટીંગ ટાવર તથા ગ્રાઉન્‍ડની મઘ્‍યમાં પ૦ ફુટની એલ.ઈ.ડી. થી સજજ મિકસર સ્‍પેસ તેમજ મેઈન સ્‍ટેજ ફરતે રાઉન્‍ડ એલ.ઈ.ડી. સ્‍ક્રિન ફોરમેટ થી સજાવટ થશે.  કમલ સાઉન્‍ડ દ્વારા અઢી લાખની હાઈટેક વીટીએકસ લાઈન એરે સાઉન્‍ડ સીસ્‍ટમ ફુડઝોન કેન્‍ટીન, ઈન્‍ટરનલ પાર્કીગની સુવિધા રાખવામાં આવી હોવાનું જણાવાયું છે.

 સિંગર તરીકે મયુર બુઘ્‍ધદેવ, રાજવી શ્રીમાળી, અક્ષિલ પાટીલ, જલ્‍પા સુરતી, અવનીબેન પીઠડીયા, કલબયુવી ટીમના મ્‍યુઝીક કોર્ડીનેટર સુરેશભાઈ જાવીયા ના માર્ગદર્શન હેઠળ સૌને એક તાલે ડોલાવશે.

કલબ યુવી નવરાત્રી મહોત્‍સવમાં લેડીઝ સિઝન પાસ, જેન્‍ટસ્‌ પાસ ચિલ્‍ડ્રન પાસ માટે તા. રપ સપ્‍ટે. સુધીમાં ફોર્મ ભરી સબમીટ કરનારને સ્‍પે. રૂ.ા. ર૦૦ નું ડીસ્‍કાઉન્‍ટ આપવામાં આવશે. કડવા પટેલ કપલ ના સીઝન પાસ સાથે ૧ર વર્ષથી નીચેની દિકરીનો પાસ ફ્રિ કાઢી આપવામાં આવશે સિંગલ જેન્‍ટસ્‌ પાસ ઈશ્‍યુ કરવામાં આવતા નથી જેન્‍ટસ્‌ ઉમેદવાર માટે ફોર્મમાં આધારકાર્ડની નકલ તેમજ પાસ મેળવતી વખતે ઓરીજનલ આઈ.ડી. બતવવાનું ફરજીયાત રાખવામાં આવેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

પાસ તેમજ ફોર્મ નું વિતરણ કલબ યુવી કાર્યાલય નક્ષત્ર હાઈટસ્‌ નક્ષત્ર-૩, રૈયા ટેલીફોન એક્ષચેન્‍જ સામે, ૧પ૦ ફુટ રીગ રોડ (મો. ૯૪૦૮ર ૭૧૪પ૧),  ઉમિયાજી પાન યોગેશ્‍વર પાર્ક, સહેલી ફેશન પંચાયતનગર ચોક, રૂપ બ્‍યુટી શોપ, સ્‍વામીનારાયણ ચોક, ક્રિષ્‍ના ઝેરોક્ષ, સરદાર નગર મેઈન રોડ, ક્રિષ્‍ના કેન્‍ડી સ્‍પીડવેલ ચોક, રાધે પ્રોવિઝન સ્‍ટોર, અલયપાર્ક નાનામૌવા મેઈન રોડ, શિવમ્‌ મેડીકલ સ્‍ટોર અંબીકા ટાઉનશીપ, વિશ્‍વા આર ઓ. અંબાધામ મંદિર પાસે, અંબીકા ટાઉનશીપ, શ્રીનાથ બ્‍યુટી શોપ, સત્‍યસાંઈ હોસ્‍પિટલ રોડ, શ્રી રામ સુપર માર્કેટ જીવરાજપાર્ક અંબીકા ટાઉનશીપ, ક્રિષ્‍ના કેન્‍ડી, સાધુ વાસવાણી રોડ, શ્રી ઉમા લક્ષ્મી મંડપ સર્વિસ, જલજીત મે. રોડ, ઉમીયા ચોક, પટેલ ડેરી ફાર્મ રવિરત્‍ન ચોક, યુનિર્વસીટી રોડ, આકાશ સ્‍વીટ એન્‍ડ નમકીન યુનીટી પ્‍લસ સ્‍પીડવેલ ચોક, તન્‍વી ધ બ્‍યુટી શોપ પુષ્‍કરધામ મંદિર પાસે, યુની. રોડ, નચિકેતા સ્‍ટેશ્‍નરી મોલ, એસ્‍ટ્રોન ચોક, બાલાજી સ્‍ટેશ્‍નરી એન્‍ડ ઝેરોક્ષ શિવમ્‌ પાર્ક સરદાર ચોક, ઓલીવ લાઈફ વેલનેસ સેન્‍ટર, કસ્‍તુરી શાક માર્કેટ પાસે, અંબીકા ટાઉનશીપ, રાજેષ હીંગરાજીયા એમ-૧૦૩ કોપર રેસીડેન્‍સી, ગોવિંદ બાગ શ્‍યામલ સ્‍કાય લાઈફ સામે, અંબીકા ટાઉનશીપ, શિતલ ટ્રાવેલ્‍સ પંચાયત નગર ચોક, આર.કે.કન્‍સલ્‍ટન્‍સી શકિતનગર મે. રોડ, કાલાવડ રોડ, સ્‍નો સ્‍ટ્રીટ શિલ્‍પન ઓનેલાની બાજુમાં, ગંગોત્રી પાર્ક મે. રોડ પર મેળવી શકાશે તેમ કલબ યુવીના મીડીયા કો-ઓર્ડીનેટર રજનીભાઈ ગોલે જણાવ્‍યુ છે વેલકમ રાસ ગરબા : ૨ ઓકટોબરના

 કેન્‍સરના દર્દીઓ તબીબો સાથે રાસે રમશે

રાજકોટ :  કલબ યુવી દ્વારા કેન્‍સર જાગૃતિ ના નવતર પ્રયોગ રૂપે. આગામી તા. ર ઓકટો. ના રોજ  કેન્‍સર કેર ફાઉન્‍ડેશનના સંયુકત ઉપક્રમે આશરે ૩ હજાર જેટલા કેન્‍સરગ્રસ્‍ત દર્દીઓ માટે રાસ ગરબાનું અનેરૂ આયોજન થયું છે. કેન્‍સરના દર્દીઓ પોતાનું દુઃખ દર્દ ભુલીને મા શકિતની ભકિતમાં લીન થઈ ગરબે ઝુમશે.

કેન્‍સરના દર્દીઓ સાથે રપ૦ જેટલા કેન્‍સર નિષ્‍ણાંત તબીબી સહીત આશરે ૯ હજાર જેટલા લોકો આ રાસ ગરબામાં જોડાશે. આ રાસગરબાના લાખેણા ઈનામો તરીકે શાળા કોલેજોની ૭૦૦ થી વધુ દિકરીઓને કેન્‍સર વિરોધી રસી તેમજ મેમોગ્રાફી ટેસ્‍ટના વાઉચર ગી્રવા ફાઉન્‍ડેશન તરફથી આપવામાં આવશે. રાસ ગરબા સાથે કેન્‍સર જાગૃતિ અર્થે એક નાટક પણ યોજાશે. દિકરીઓ દ્વારા ૧૦૮ દેવી કવચના પાઠ કરવામાં આવશે. કલબ યુવીના હોદેદારો તથા કેન્‍સર કેર ફાઉન્‍ેશનના અશ્‍વિીનભાઈ સોલંકી, રૂપલબેન કોટક, હંસાબેન પટેલ, જયોતીબેન શાસ્‍ત્રી, જલ્‍પાબેન કુબાવત, બ્રિજેશ સાપરીયાની યાદીમાં જણાવાયું છે.

(4:27 PM IST)