<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

ગણેશજીની વિદાય વેળાએ છેક મનપાને જ્ઞાન લાદયુ : વિવિધ લાડુ - ટોપરા પાક સહિત ૧૦ નમૂના લેવાયા

તંત્ર ગણપતિ મહોત્‍સવ પૂર્ણ થતા જાગ્‍યું : વસ્‍તુઓની ચકાસણીનું પરિણામ ક્‍યારે આવે તે પણ નક્કી નહીં ! : નાણાવટી ચોકથી રામેશ્વર મેઇન રોડ સુધીના વિસ્‍તારમાં ફુડ શાખાની તપાસ : ૧૩ને લાઇસન્‍સ અંગે સૂચના

રાજકોટ તા. ૧૭ : મહાનગરપાલિકાનાᅠફૂડ વિભાગની ટીમ તથાᅠFSWᅠવાન સાથે સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન નાણાવટી સર્કલ થી રામેશ્વર મેઇન રોડ વિસ્‍તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૨ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૩ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્‍યચીજોના કુલ ૨૦ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ છે. તેમજ વિવિધ ૧૦ નમૂના લેવામાં આવ્‍યા છે. આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ ફુડ શાખાના ચેકીંગ દરમિયાન મોમાઇ સુપર માર્કેટ, ખોડિયાર ગાંઠિયા, દેવાંશી જનરલ સ્‍ટોર, સમૃધ્‍ધા ફાસ્‍ટફૂડ, ભવાની કિરાણા ભંડાર, આસ્‍થા પ્રોવિઝન સ્‍ટોર, માધુરી નમકીન, પુજા પાણીપુરી, મહેશ પ્રોવિઝન સ્‍ટોર, જલારામ પ્રોવિઝન સ્‍ટોર, ક્રિષ્‍ના સેલ્‍સ એજન્‍સી, ખોડિયાર જનરલ સ્‍ટોર તથા રાધે ડ્રાયફ્રૂટ સહિત ૧૩ વેપારીને લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

નમૂના લેવાયા

તહેવારોને અનુલક્ષીનેᅠફુડ સેફટીᅠસ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ᅠહેઠળ (૧)ᅠᅠᅠᅠમોતીચૂર લાડુ (લુઝ) :ᅠશિવશક્‍તિ ગૃહ ઉધોગ,ᅠનવરંગપરા-૧, ‘બાલાજી કૃપા',ᅠમવડી પ્‍લોટ,ᅠરાજકોટ. (૨)ᅠᅠᅠમોતીચૂર લાડુ (લુઝ) : સાક્ષી ગૃહ ઉધોગ,ᅠતિરુપતિ સોસાયટી શેરી નં.૨,ᅠકોઠારીયા રિંગ રોડ,ᅠબાય પાસ,ᅠરાધામિરા હોટેલની સામે,ᅠરાજકોટ. (૩)ᅠᅠᅠમોતીચૂર લાડુ (લુઝ) :  ગજાનન ઓન પાપડી ગૃહ ઉદ્યોગ, ‘માં આશિષ',ᅠગણેશનગર શેરી નં.૧૦,ᅠકોઠારીયા રિંગ રોડ (૪) ગૂંદીના લાડુ (લુઝ) :ᅠશિવશક્‍તિ ગૃહ ઉદ્યોગ,ᅠકોઠારીયા રોડ,ᅠ બટર મલાઈ બરફીᅠ(લુઝ) :  પટેલ ડેરી ફાર્મ,ᅠડી-માર્ટ વાળો રોડ,ᅠકુવાડવા રોડ,ᅠ(૬)ᅠᅠᅠટોપરા પાક (લુઝ) : જાગનાથ ડેરી ફાર્મ ડી-માર્ટ વાળો રોડ,ᅠકુવાડવા રોડ,ᅠ (૭)ᅠᅠᅠઅંજીર પાક (લુઝ) : ગોવિંદમ ડેરી ફાર્મ,ᅠડી-માર્ટ વાળો રોડ,ᅠકુવાડવા રોડ,ᅠ(૮)ᅠᅠᅠકેસર પેંડા (લુઝ) :  રોયલ ડેરી ફાર્મ,ᅠડાયમંડ પાર્ટી પ્‍લોટ વાળો રોડ,ᅠકોઠારીયા,ᅠ (૯)ᅠᅠᅠથાબડી (મીઠાઇ -લુઝ) : શ્રી સત્‍યમ ડેરી ફાર્મ,ᅠનીલકંઠ સિનેમા બાજુમાં,ᅠકોઠારીયા મેઇન રોડ તથા (૧૦)ᅠબટર સ્‍કોચ બરફી (મીઠાઇ- લુઝ) :ᅠનવનીત ડેરી ફાર્મ,ᅠકોઠારીયા મેઇન રોડ સહિત ૧૦ સ્‍થળેથી ૧૦ નમૂના લેવામાં આવ્‍યા છે.

(4:21 PM IST)