News of Tuesday, 17th September 2024
પુજીત રૂપાણી મેમોરીયાલ ટ્રસ્ટનો સિલ્વર જયુબિલી દીક્ષાગ્રહ્મ સમારોહ સંપન્ન
જ્ઞાનપ્રબોધિની પ્રોજેકટમાંથી ઉજવળ કારકીર્દી હાંસલ કરનાર ૧૨૫ પૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહમિલનમાં કેનેડાથી વિદ્યાર્થીની હાજર રહી

રાજકોટ : પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમ ખાતે સિલ્વર જયુબિલી દીક્ષા ગ્રહણ સમારોહ યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજય શિક્ષણ આરોગ્ય કાયદા વિભાગના મંત્રી ઋષિકેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે મેયર નયનાબેન પેઢડીયા, ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ રૂપાણી, ટ્રસ્ટી શ્રીમતી અંજલીબેન રૂપાણી, મહેશભાઇ ભટ્ટ, ડો. મેહુલભાઇ રૂપાણી, અમીનેશભાઇ રૂપાણી તેમજ મોટી સંખ્યામાં રાજકીય આગેવાનોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કર્યા હતા. અધ્યક્ષસ્થાનેથી ઋષીકેશભાઇ પટેલે જનાવ્યુ હતુ કે સમાજમાંથી મળેલી નામના અને પૈસાને પાછું સમાજને આપવાનું આવે ત્યારે સમાજના નબળા વર્ગની આશા પરિપૂર્ણ થાય છે. વિજયભાઇ એ એક રાજકારણી જીવ છે પરંતુ તેમના マદયમાં પડેલી સંવેદના આ ગરીબ બાળકોના ઉત્થાનમાં ઉજાગર થાય છે. તેમનામાં એક માનવતાવાદી ઇન્સાનના દર્શન થાય છે. આજે તેમણે વિદ્યાર્થીઓના જીવનને એક નવી દીશા આપી તેમનો ઉધ્ધાર કરવાનું કાર્ય કરી ખરા અર્થમાં સામાજીક ઉત્તરદાયીત્વ નિભાવેલ છે. પ્રાસ્તાવિક ઉદ્દબોધન કરતા ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ કે સર્જન વગરનું વિજ્ઞાન વ્યર્થ છે તેમ દીક્ષા વગરનું શિક્ષણ વ્યર્થ છે. આ ટ્રસ્ટમાં શિક્ષણ સાથે સંસ્કારોનું પણ સિંચન કરવામાં આવે છે. પુજીતના અવસાન બાદ સમાજનું કઇક ભલુ કરવાનો વિચાર આવ્યો અને કચરો વીણતા બાળકો માટે આ પ્રવૃત્તિ શરૂ કરી જે આજે સાચા અર્થમાં ખીલી ઉઠી છે. જ્ઞાન પ્રબોધિની પ્રોજેકટના માધ્યમથી ભણવામાં હોશિયાર હોય પરંતુ આર્થિક સ્થિતિ સારી ન હોય તેવા ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ પુરૂ પાડી કારકીર્દીની મંજલે પહોંચાડયા છે. કાર્યક્રમના પ્રારંભે ટ્રસ્ટી ડો. મેહુલભાઇ રૂપાણીએ મહેમાનોનો પરિચય સાથે સ્વાગત પ્રવચન કરેલ. જયારે મહેમાનોનું બુકેથી સ્વાગત વિજયભાઇ રૂપાણી, શ્રીમતી અંજલીબેન રૂપાણી, મહેશભાઇ ભટ્ટ વગેરેએ કર્યુ હતુ. આ પ્રોજેકટના બાળકોને પોતાની શાળામાં એડમીશન અને ફી માં મદદરૂપ બનનાર શૈક્ષણિક સંસ્થાના સંચાલકોનું પણ આ તકે મોમેન્ટો આપી શાલ ઓઢાડી સન્માન કરાયુ હતુ. સાથે નીટ અને જી એડવાન્સ પરીક્ષામાં ઉતીર્ણ થનાર વિદ્યાર્થીઓને ટેબલેટ આપી પ્રોત્સાહીત કરાયા હતા. આ તકે કારકીર્દીલક્ષી એક સ્લાઇડ શો પણ ગોઠવવામાં આવ્યો હતો. આ પ્રોજેકટમાંથી આગળ આવી ઉજવળ કારકીર્દી હાંસલ કરનાર વિદ્યાર્થીઓ આ તકે ઉપસ્થિત રહ્યા હતા. કેનેડાની એક વિદ્યાર્થીની પણ ઉપસ્થિત રહી હતી. અંતમાં આભારવિધિ કમીટી મેમ્બર જયેશભાઇ ભટ્ટે અને સમગ્ર સંચાલન તેજસભાઇ સિસોદીયાએ કર્યુ હતુ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કમીટી મેમ્બરો હિંમતભાઇ માલવિયા, જયેશભાઇ ભટ્ટ, હસુભાઇ ગણાત્રા, રાજુભાઇ શેઠ, ગીતાબેન તન્ના, મીરાબેન મહેતા, સી. કે. બારોટ, ભારતીબેન બારોટ, ઉલ્કાબેન બક્ષી, વહીવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટા, કો-ઓર્ડીનેટર સાગરભાઇ પાટીલ, કાર્યકર્તાઓ કનુભાઇ હિંડોચા, કિશોરભાઇ ગમારા, ઉમેશભાઇ કુંડલીયા, દીલીપભાઇ મીરાણી, કિરીટભાઇ પરમાર, કેતનભાઇ મેસવાણી, કે. બી. ગજેરા વગેરેએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, પ્રવીણભાઇ માંકડીયા, ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, ભુપતભાઇ બોદર, ધનસુખભાઇ ભંડેરી, નીતિનભાઇ ભારદ્વાજ, જિ.પં. પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, ડી.ડી.ઓ. ડો. નવનાથ ગવ્હાણે, એડીશનલ કલેકટર ચેતનભાઇ ગાંધી, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, બીનાબેન આચાર્ય, અશ્વિનભાઇ મોલિયા, કિશોરભાઇ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકોર, રામજીભાઇ માવાણી (પૂર્વ સાંસદ), રમાબેન માવાણી, નેહલભાઇ શુકલ, જાનવીબેન લાખાણી, નિલેશભાઇ શાહ, હરીશભાઇ શાહ, શૈલેષભાઇ લોટીયા, મયુરભાઇ શાહ, કમલેશભાઇ પારેખ, દિવ્યેશભાઇ અઘેરા, ડો. વિભાકરભાઇ વચ્છરાજાની, બીપીનભાઇ વસા, ગીતાબેન વસા, મીત્સુબેન વ્યાસ, મુકેશભાઇ મહેતા, શૈલેષભાઇ માંડલીયા, નીરદભાઇ પાઠક, રવજીભાઇ દવેરા, પ્રવિણભાઇ ખોખર, જયદીપભાઇ ગોહેલ, જીજ્ઞેશભાઇ રત્નોતર, એન. જી. પરમાર, કર્મચારીઓ શીતલબા ઝાલા, અનિલભાઇ ચાવડા, કાંતિભાઇ નિરંજની, દીપ્તી ગરાચ, નયનાબેન ડાભી, શકીનાબેન અજમેરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
(4:17 PM IST)










