<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

સર્વેશ્વર ચોક ગણપતિ મહોત્‍સવ : આજે વાજતે-ગાજતે બાપ્‍પાનું વિસર્જન

રાજકોટ : ‘સર્વેશ્વર ચોક કા રાજા' શ્રી ગણપતિ મહોત્‍સવમાં દરરોજ મહાઆરતી, વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો તેમજ બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં ૧રપ થી વધુ બોટલ રકત એકત્ર થયું હતું.  ગઇકાલે મહાઆરતીમાં જાણીતા આર્કિટેક પ્રદિપ ત્રિવેદી, વેપારી જયેશ કોઠારી, ચિરાગ પોપટ અને તેમનો પરિવાર  તથા ભૂપત બોદર, ગાયત્રીબા વાઘેલા, અશોકસિંહ વાઘેલા, મનુભાઇ વઘાસીયા, સુજીત ઉદાણી, મયુરસિંહ પરમારે સહપરિવાર દર્શનનો લાભ લીધો હતો.  આજી ડેમ ખાતે ‘અગલે બરસ તુ જલ્‍દી' આના ના  નાદ સાથે શ્રી ગણપતિ બપ્‍પાનું વિસર્જન કરવામાં આવ્‍યું હતું.

(4:16 PM IST)