<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

સરસ્‍વતીના સાધક નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિને તેમના યાદગાર સ્‍મરણો

રાજકોટઃ ભારતના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદી કે જેઓએ ઉત્તમ વકતાઓની હરોળમાં સ્‍થાન મેળવેલ છે અને તેઓમાં અનેક વિવિધતાનો સંગમ કુશળ વહિવટ કર્તા, કુશાગ્ર, રાજનીતિજ્ઞ, કવિ, વાર્તાકાર, લેખક આવી અનેક વિશેષતાઓ છે. તેઓએ ચોક્કસ વિચારો સાથેની તેમની ચિંતન સાધના દ્વારા કલમ દ્વારા ઓળખાણ આપી છે. પચ્‍ચીસ વર્ષની ઉંમરે લોકશાહીને બચાવવા અલૌકિક રાષ્‍ટ્ર ભાવનાની છણાવટ ‘સંઘર્ષમાં ગુજરાત' તેમજ ‘સેતુબંઘ' ‘પત્રરૂપ ગુરૂજી' ‘તપ વંદના' ‘ગુરૂજી એક સ્‍વયંસેવક' તેમજ ‘કેળવે તે કેળવણી', ‘આચાર્ય ધર્મ ‘આંખ આ ધન્‍ય છે' અને ‘જયોતિપુંજ' વગેરે પુસ્‍તકો દ્વારા રાષ્‍ટ્રીય રાજકીય સામાજીક સમસ્‍યા ઈતિહાસ પરંપરા વગેરે મુલ્‍યો અને ઋષિતુલ્‍ય મહાપુરૂષોને અનોખી અંજલી આપી પોતે મહાન સરસ્‍વતી સાધક સાબીત થયેલ છે.આ સાથે આર. એસ. એસ. ગુજરાત પ્રાંતના સંઘ અને સંઘ પરિવારની ગુજરાત પ્રાંતની ટીમના ઋષિતુલ્‍ય ટીમ સાથે શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સંઘના કાર્ય વખતના સ્‍મરણોના ફોટાઓ મોકલાવું છું.

૧) પ. પૂ. સરસંઘચાલકશ્રી સુદર્શનજી ભૂતપૂર્વ વડાપ્રધાનશ્રી અટલબિહારી બાજપેયી અને ‘સેતુ બંધ' હિન્‍દીના પ્રકાશન  અને લેખક શ્રી નરેન્‍દ્રભાઈ મોદી. ર) કેશવરાવ દેશમુખ ડો. રાજેન્‍દ્ર શાહ યાદવરાવ જોશી વકીલસાહેબ નારાયણ ભંડારી અને શ્રી નરેન્‍દ્રભાઈ મોદી. ૩) તોહ વર્ષાવતા ઋષિતુલ્‍ય મા. શ્રી વકીલ સાહેબ અને શ્રી નરેન્‍દ્રભાઈ મોદી. ૪) મા. શ્રી વકીલ સાહેબ શ્રી મધુભાઈ કુલકર્ણી અને શ્રી નરેન્‍દ્રભાઈ મોદી. પ) શ્રી ગૌમતભાઈ ભટ્ટ શ્રી બચુભાઈ ભગત શ્રી બાબુભાઈ ઓઝા મા. શ્રી વકીલ સાહેબ શ્રી અમળતભાઈ કડીવાલા શ્રી પ્રવીણકાકા મણીઆર અને શ્રી નરેન્‍દ્રભાઈ મોદી. ૬) શ્રી હરીશભાઈ  રાવલ શ્રી શાંતીભાઈ ભટ્ટ શ્રી લાલજીભાઈ પટેલ મા. શ્રી વકીલ સાહેબ શ્રી કાશીનાથજી શ્રી અનંતરાવજી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને મા. શ્રી નટવરસિંહ બાપુ. ૭) સોમનાથ ખાતે ગુજરાત પ્રાંત સંઘ કાર્યાલય ટોળી શ્રી બાબુભાઈ ઓઝા મા. શ્રી. વકીલ સાહેબ શ્રી અમળતભાઈ કડીવાલા શ્રી ગૌતમભાઈ ભટ્ટ શ્રી પ્રવીણકાકા મણીઆર શ્રી પ્રવીણભાઈ ઓતીયા શ્રી નટવરસિંહજી વાઘેલા અને શ્રી નરેન્‍દ્રભાઈ મોદી. ૮) શ્રી નરેન્‍દ્રભાઈ મોદી સાથે એકનાથજી રાંનડે અને કાશીનાથજી. ૯) શ્રી વસંતરાવ ચિપલોણકરની અંતિમ યાત્રામાં. ર્(ંજયેશ સંઘાણી-૯૪ર૮ર ૦૦પર૦)\

(4:05 PM IST)