<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

ગુણગ્રાહી થઇને આદિ શક્‍તિના ત્રણ સ્‍વરૂપ લક્ષ્મી, શિક્ષણ અને સંરક્ષણના ધારક બનીએ - શ્રી રધુરાજ પ્રતાપસિંહજી

મજબૂત સમાજના માધ્‍યમથી સક્ષમ, સમળદ્ધ તેમજ શક્‍તિશાળી રાષ્‍ટ્રનાં નિર્માણમાં આપણું યોગદાન આપીએ - શ્રી યદુવીરજી ક્રિષ્‍નદત્તા ચામરાજા બૌદ્ધિક વિકાસ, મૌલિક વ્‍યક્‍તિત્‍વ, ચારિત્ર્ય ઘડતર, આત્‍મ સંયમ અને આધ્‍યાત્‍મિક અનુસંધાન એ કેળવણીના આધાર સ્‍તંભ છે - શ્રી માંધાતાસિંહજી જાડેજા ; ચંદ્રસિંહજી ભાડવા (સ્‍ટડી) સર્કલ આયોજીત પ૦માં વિદ્યા સન્‍માન સમારંભમાં ઉપસ્‍થિત મહાનુભાવોએ સમાજને માર્ગદર્શન આપ્‍યું

રાજકોટ, તા. ર૪: શ્રી ચંદ્રસિંહજી ભાડવા સ્‍ટડી સર્કલ આયોજીત પચાસમાં વિધા સન્‍માન સમારોહમાં ઉપસ્‍થિત ક્ષત્રિય બંધુ-ભગિનીઓને સંબોધન કરતાં આ સમારોહમાં મુખ્‍ય અતિથિ પદે પધારેલા કર્ણાટકના સાંસદ અને મૈસુર મહારાજ સાહેબ શ્રી યદુવીર ક્રિષ્‍નદત્તા ચામરાજા વાડીયારે કહ્યું હતું કે, આપણાં વ્‍યક્‍તિગત વિકાસની સાથે સામુહિક વિકાસની દિશામાં આગળ વધીએ અને મજબૂત સમાજના માધ્‍યમથી સક્ષમ, સમળદ્ધ તેમજ શક્‍તિશાળી રાષ્‍ટ્રનાં નિર્માણમાં આપણું યોગદાન આપીએ તે વર્તમાન સમયની પ્રથમ આવશ્‍યક્‍તા છે. રાષ્‍ટ્ર રક્ષા અને રાષ્‍ટ્ર નિર્માણમાં ક્ષત્રિય સમુદાયે આપેલાં યોગદાનના ભવ્‍ય ઇતિહાસના આપણે સહુ વારસદારો છીએ ત્‍યારે જ્ઞાન માર્ગના પથ ઉપર ચાલીને આપણાં શ્રેષ્ઠ ભારતને રક્ષિત, શિક્ષિત, વિકસિત અને વૈભવશાળી રાષ્‍ટ્ર બનાવવા માટે સંકલ્‍પબદ્ધ થઇએ.

ભારતીય પ્રાચીન ગુરૂકૂળ શિક્ષણ વ્‍યવસ્‍થાની વિસ્‍તળત છણાવટ કરીને આ સમારોહમાં મુખ્‍ય અતિથિ પદે પધારેલા ઉત્તર પ્રદેશ કૂંડા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્‍ય અને ભદરી રિયાસતના રાજકુંવર શ્રી રઘુરાજ પ્રતાપસિંહજી (રાજા ભૈયા) એ પોતાના ઉદબોધનમાં કહ્યું હતું કે, આપણાં સહુ માટે આપણું રાષ્‍ટ્ર પ્રથમ હોવું જોઇએ. ગુણગ્રાહી થઇને આપણાં જીવનમાં આદિશક્‍તિના ત્રણ રૂપો માઁ શારદા, માઁ લક્ષ્મી અને માઁ કાલીના ગુણોનું સંતુલન જળવાઇ રહે તેની કાળજી લઇએ. કારણ કે જ્‍યારે જ્‍યારે આ સંતુલન વિક્ષેપિત થયું છે ત્‍યારે સનાતન ધર્મ, સંસ્‍કળતિ અને રાષ્‍ટ્રએ ઘણું ગુમાવ્‍યું છે. મહારાણા પ્રતાપ તેમજ છત્રપતિ શિવાજી મહારાજે રાષ્‍ટ્રરક્ષા અને રાષ્‍ટ્ર નિર્માણ માટે નિભાવેલાં ઉત્તરદાયિત્‍વ પાછળ જેમની પ્રેરણા રહી હતી તેવી માતળશક્‍તિની વિસ્‍તાર પૂર્વક સમજ આપીને શ્રી રાજાભૈયાએ ઉપસ્‍થિત યુવા વર્ગને આહવાન કર્યું હતું કે આપણે સહુ એક એવી ભૂમિના સંતાનો છીએ જે ભૂમિએ સઘળાં ધર્મોના લોકોનું દિલથી સ્‍વાગત કરીને આશ્રય આપ્‍યો છે. ભારતનો ઇતિહાસ રહ્યો છે કે શૌર્ય, પરાક્રમ અને તેજસ્‍વિતા એ આપણાં આયુધો છે, આ ત્રણે આયુધો પુનઃ ધારણ કરીએ અને માઁ ભારતીને પરમ વૈભવના શિખરે પુનઃ સ્‍થાપિત કરીએ.

 

શ્રી હેમુ ગઢવી હોલ ખાતે સંપન્ન થયેલાં વિધા સન્‍માન સમારોહને સંબોધિત કરતાં રાજકોટ ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજાએ જણાવ્‍યું હતું કે, શ્રી ચંદ્રસિંહજી (ભાંડવા) સ્‍ટડી સર્કલ આ શબ્‍દ બોલતાં કે સાંભળતાંની સાથે જ આપણું હૈયું હિલોળે ચડે, એક વિશિષ્ટ પ્રકારનો થનગનાટ અનુભવાય,*આવું કેમ થાય છે ? તેનો ઉત્તર પ્રાપ્ત કરવા માટે જરા અલગથી વિચારીએ તો ખ્‍યાલ આવશે કે રાજ, રૈયત અને રાષ્‍ટ્રને કેન્‍દ્રમાં રાખીને નિષ્‍કામ ભાવ અને નિર્મળ મનથી કાર્યરત રાજકોટ રાજ પરિવાર સ્‍થાપિત આ રાજપુતિ સંસ્‍થાને આજથી પચાસ વર્ષ પૂર્વે આર્ષદ્‌ષ્ટત્‍વથી રોપેલાં બીજ અંકૂરિત થઇને ઘટાટોપ વળક્ષમાં પરિવર્તિત થઇ રહ્યાં છે તેનાં દિવ્‍ય વલયો આપણને સ્‍પંદિત કરી રહ્યાં છે.

અહંકાર, અસમંજસતા, અનિર્ણયાત્‍મક્‍તા, અસમાનતા, સ્‍પર્ધાત્‍મકતા અને નિસ્‍ક્રિયતાના કુરૂક્ષેત્રમાંથી બહાર નિકળીને સમજણ, સ્‍નેહ, સંગીત, સૌંદર્ય, સગપણ અને દૂરંદેશીતા જેવાં પોષક તત્ત્વોના સહારે આનંદાત્‍મક અને રસાત્‍મક અભિગમ દ્વારા જીવન ઘડતર માટે દિશાનિર્દેશ કરીને આપણાં ક્ષત્રિય દીકરા-દીકરીઓનાં આંતરિક સત્ત્વને ઉજાગર કરવા ઉપરાંત તેમની મૌલિકતાને યોગ્‍ય ઘાટ આપવાનું દિવ્‍ય કાર્ય આપણું આ સંસ્‍થાન કરે છે. અડધી સદીની કાર્યયાત્રા દરમિયાન સ્‍ટડી સર્કલના માધ્‍યમથી અત્‍યાર સુધીમાં સંપન્ન થયેલું કાર્ય અને આગામી સમયમાં સંપન્ન થનારી યોજનાઓ  સૂત્રને અચૂક સાર્થક કરશે તેવી શ્રદ્ધા છે. આપણાં સંતાનોનાં સઘળાં આંતરિક સત્ત્વોને ઉજાગર કરી તેમની મૌલિકતાને યોગ્‍ય સમયે યથાયોગ્‍ય ઘાટ આપીને તેમને સક્ષમતા, સર્જનાત્‍મકતા, સામુહિકતા, ક્રિયાશિલતા, કાર્યદક્ષતાના અને રાષ્‍ટ્રવાદિતાના પથ ઉપર પ્રયાણ કરાવવા માટે અમો અને અમારી સહયોગી ટીમ અવિરત કાર્ય કરે છે તેનો રાજીપો છે.

શ્રી હરભમજીરાજ ગરાસિયા છાત્રાલયના મુ સાહેબ શ્રી પ્રવિણ સિંહજી જાડેજાની પુણ્‍ય સ્‍મળતિમાં છાત્રાલય ખાતે ગળહપતિ ભવનના નિર્માણ તથા ભોમેશ્વર ખાતે કન્‍યા છાત્રાલયના નિર્માણ ની ઘોષણા કરતાં ઠાકોર સાહેબે કહ્યું હતું કે, મૂલતઃ આ સળષ્ટિ તેના મૂળ સ્‍વરૂપે લયાન્‍વિત છે અને કુદરતની એ લયાન્‍વિતતાને નિતાંત જાળવી રાખવા માટે આપણાં પૂર્વજોએ આરંભેલા સંસ્‍કાર સિંચનના આ મહાયજ્ઞમાં આપણે સહુ સાથે મળીને તન, મન, ધનથી આહુતિ આપીએ.

અંતમાં તેઓએ જણાવ્‍યું હતું કે, અંગ્રેજી ભાષાનાં બે શબ્‍દો ઙ્કચ્‍ફઝઙ્ઘ અને ઙ્કખ્‍ફઝઙ્ઘ નો ઉચ્‍ચાર એકસમાન જ થાય છે પરંતુ બન્નેના અર્થ સમાન નથી. એકનો અર્થ અંત અથવા તોડવ થાય છે, જ્‍યારે બીજાનો અર્થ  અને અથવા જોડવું થાય છે. જોડવાની સંકલ્‍પના સાથે રાજકોટ રાજ્‍ય પરિવાર દ્વારા અસ્‍તિત્‍વમાં આવેલાં આ સ્‍ટડી સર્કલના સૂત્રધારોએ ઉત્તમોત્તમ પરિણામ પ્રાપ્ત કરવા માટે વાતોથી નહીં પરંતુ રાતોથી કાર્ય કર્યું છે તેનો અત્‍યંત રાજીપો વ્‍યક્‍ત કરૂં છું અને આગળની અખંડ યાત્રા માટે રાજકોટ રાજ પરિવાર વતી શુભકામનાઓ પાઠવું છું.

રાજકોટ સ્‍થિત ક્ષત્રિય સમાજની સામાજિક, શૈક્ષણિક સંસ્‍થા શ્રી ચંદ્રસિંહજી ભાડવા સર્કલ આયોજિત સુવર્ણ જયંતી મહોત્‍સવ વિદ્યા સત્‍કાર સમારોહમાં ક્ષત્રિય સમાજના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં હાયર એજ્‍યુકેશન થી પ્રાઈમરી સુધીમાં ઉચ્‍ચતમ સિધ્‍ધિ પ્રાપ્ત કરનાર ૩૭૫થી વધુ વધુ ક્ષત્રિય વિદ્યાર્થી ભાઈ, બહેનોને તેમજ રાષ્ટ્‌પતિ ચંદ્રક વિજેતા અધિકારીઓ, સમાજ શ્રેષ્‍ઠીઓને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.   રાષ્‍ટ્રપતિ ચંદ્રક વિજેતા ડીવાયએસપી કળષ્‍ણકુમારસિંહ ગોહિલ, ભગીરથસિંહ ગોહિલ તેમજ બાસ્‍કેટ બોલ ફેડરેશન ઓફ ઇન્‍ડિયાના સીલેકશન  કમિટીના ચેરમેન, ઓલમ્‍પિક ૨૦૨૪માં દેશ વતી સ્‍પેશિયલ ડેલિગેટ તરીકે પ્રતિનિધિત્‍વ કરનાર શકિતસિંહ ગોહિલ તેમજ અન્‍ય મુખ્‍ય દાતાઓ, ઉદ્યોગપતિઓ પરાક્રમસિંહ જાડેજા જ્‍યોતિ સીએનસી, સહદેવસિંહ ઝાલા, દિગ્‍વિજયસિંહ જાડેજા નાનામૌવા, દિલીપસિંહ જાડેજા ઇટાડા, અજીતસિંહ જાડેજા ભુનાવા, મયુરસિંહ જાડેજા જેએમજે ગ્રુપ સહિતનાનું  મહાનુભાવોના હસ્‍તે સ્‍મળતિ ૪ ટી.ગોહિલ દ્વારા તેમના સ્‍વર્ગસ્‍થ ટેમુભાબાપુની સ્‍મળતિમાં સ્‍પોન્‍સર કરાયો હોય તેમના લઘુબંધુ સ્‍કૂલ આચાર્ય કુલદીપસિંહ ગોહિલને સ્‍મળતિ ચિન્‍હ આપી ગોહિલ પરિવાર ખરકડીનો આભાર વ્‍યક્‍ત કરાયો હતો. કાર્યક્રમમાં શ્રી હરભમજી રાજ ગરાસિયા છાત્રાલય ટ્રસ્‍ટી મંડળ, ગળહપતિનો, છાત્રોનો ખૂબ સહયોગ સાંપડ્‍યો હતો. શ્રી ચંદ્રસિંહજી ભાડવા સ્‍ટડી સર્કલ કાર્યવાહક સમિતિ એ નિરંતર આ સમારોહ માટે કાર્યરત રહીને આ પ્રસેંગને યાદગાર અને ઐતિહાસિક બનાવ્‍યો હતો.

 

(3:54 PM IST)