<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

નરેન્‍દ્રભાઇના જન્‍મદિન નિમિતે યોજાયો રકતદાન કેમ્‍પ

રાજકોટ : દેશના યશસ્‍વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના ૭પ માં જન્‍મદિવસ નિમિતે રાજકોટ સિવિલ હોસ્‍પીટલ ખાતે મહારકતદાન કેમ્‍પનું કરવામાં આવ્‍યું હતું. લોકસભાના સાંસદ શ્રી રૂપાલા, રાજયસભાના સાંસદ શ્રી રામભાઇ મોકરીયા, મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા, મંત્રીશ્રી પરસોતમભાઇ સોલંકી, પુર્વ મંત્રીશ્રી ગોવિંદભાઇ પટેલ, માંધાતા સ્‍થાપક અને કોળી ઠાકોર નિગમ પુર્વ ચેરમેન ભુપતભાઇ ડાભીના નેજા હેઠળ આ આયોજન કરાયું હતું.  આયોજન માટે માંધાતા ગ્રુપ ગુજરાતના પ્રવકતા વિનોદભાઇ નાંગાણી, માંધાતા ગ્રુપ ગુજરાતના યુવા પ્રમુખ હિરેનભાઇ ડાભી, માંધાતા ગ્રુપ ગુજરાતના મહામંત્રી રેખાબેન સગારકા મેમ્‍બર ગુજરાત રાજય પાઠયપુસ્‍તક મંડળ, મુકેશભાઇ મેર પુર્વ જીલ્લા પ્રમુખ ડીકે સખીયા, ઉદ્યોગપતિ ભરતભાઇ પટેલ, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ભરતભાઇ ડાભી, ગુજરાત માંધાતા ગ્રુપ આગેવાન હિતેશભાઇ કોબીયા, કોળી સમાજ યુવા નેતા મયુરભાઇ નાંગાણી, ગુજરાત માંધાતા ગ્રુપ કોઠારીયા વિસ્‍તાર પ્રમુખ મનોજભાઇ તથા સર્વે આગેવાનો સાથ મળીને જહેમત ઉઠાવી હતી. વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્‍યો હતો.

(3:46 PM IST)