<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

પ્રો. ડો.એસ.વી.જાનીને ગુરૂવારે સુવર્ણચંદ્રક અર્પણ સમારોહ

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસ અનુસ્‍નાતક ભવનના પ્રાધ્‍યાપક અને પૂર્વ અધ્‍યક્ષ ડો. જાનીએ કુલ ૬૦ ગ્રંથો અને ૨૨૦ સંશોધનો લેખો લખીને પ્રકાશીત કર્યા, જૂનાગઢની ‘આરઝી હકુમતનો ઇતિહાસ' પણ તેમણે લખેલો

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસ અનુસ્‍નાતક ભવનના પ્રાધ્‍યાપક અને પૂર્વ અધ્‍યક્ષ ડો.એસ.વી.જાનીને ગુજરાત વિદ્યાસભા દ્વારા ડો. મુગટલાલ બાવીશી સુવર્ણચંદ્રક ઇતિહાસ સંશોધનના ક્ષેત્રે તેમની સુદીર્ઘ સેવા ગુજરાતને પ્રાપ્ત થઈ છે, અને અનેક વિદ્યાર્થીઓને તેમનું સંશોધન પથદર્શક રહ્યું છે તે માટે તેમને ગુજરાત વિદ્યાસભા દ્વારા સુવર્ણચંદ્રક તા.૧૯ ને ગુરુવારના રોજ રાજકોટ ખાતે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના આંકડાશાષા ભવન ખાતેના હોલમાં બપોરના ૩ થી પના આયોજિત સમારંભમાં એનાયત થવાનો છે. ગુજરાત વિદ્યાસભા અમદાવાદ એ ગુજરાતની પ્રતિષ્ઠિત અને અગ્રીમ હરોળની સંસ્‍થા છે જે સુપ્રસિદ્ધ કવિશ્રી દલપતરામ તથા સર એલક્રેઝેન્‍ડર કિન્‍લોક ફોબર્સ દ્વારા સ્‍થપાયેલી છે. ઇતિહાસ વિષયના તાાતક અને અનુતાાતક કક્ષાના વિદ્યાર્થીઓને અધ્‍યાપન અંગે માર્ગદર્શન આપી સંશોધનની કેડીએ અગ્રેસર કર્યા છે તે અંગેની તેમની સેવા અમૂલ્‍ય અને અતુલ્‍ય રહી હોવાનુ જણાવાયું છે.

સૌરાષ્‍ટ્રના ઇતિહાસના રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્‍કળતિક પાસાનો સર્વતોમુખી અભ્‍યાસ કરીને તેમણે ‘સૌરાષ્‍ટ્રનો ઇતિહાસ' ભાગ-૧ અને ભાગ-૨ લખેલા છે તેમના દ્વારા લખાયેલ રાજકોટનો ઇતિહાસ પણ અભ્‍યાસીઓમાં લોકપ્રિય બન્‍યો છે. જૂનાગઢની ‘આરઝી હકુમત નો ઇતિહાસ' પણ તેમણે લખ્‍યો છે જે જૂનાગઢની મુક્‍તિ માટેની ચળવળને વિવેચાનાત્‍મક અને વિશ્‍લેષણાત્‍મક દ્રષ્ટિએ અભ્‍યાસીઓમાં પ્રશંસાને પાત્ર બન્‍યા છે.

તેમણે કુલ ૬૦ ગ્રંથો અને ૨૨૦ સંશોધનો લેખો લખીને ઙ્કકાશિત કર્યા છે. ૪૮ વર્ષની શૈક્ષણિક કારકિર્દી તેમજ ૪૨ વર્ષની સંશોધનની ઉજ્જવળ કારકિર્દી તેઓ ધરાવે છે. ઇતિહાસના યુવા સંશોધકોને માટે તેમનું આ કાર્ય પ્રેરણાત્‍મક અને પથદર્શક છે. સૌરાષ્‍ટ્ર- કચ્‍છ ઇતિહાસ પરિષદના પ્રમુખ તરીકે તેમણે યુવા સંશોધકોને માર્ગદર્શન આપીને સંશોધનના બોધાત્‍મક પાઠો શીખવ્‍યા છે. આ પરિષદોમા તેમણે યુવાનોને આકર્ષિત કરીને સૌરાષ્‍ટ્રના ઇતિહાસના વિવિધ પાસાઓને ઉજાગર કર્યા છે.

તેમની પાસે શિક્ષણ મેળવેલા વિદ્યાર્થીઓ હાલમાં વિવિધ કોલેજો, યુનિવર્સિટીઓમાં અધ્‍યાપક તરીકે પસંદગી તેમની પામ્‍યા છે. તો કેટલાક વિદ્યાર્થીઓ અભિલેખાગાર વિભાગ, મ્‍યુઝિયમ કે પુરાતત્‍વ ખાતામાં પસંદગી પામ્‍યા છે. તેમના માર્ગદર્શન હેઠળ અનેક વિદ્યાર્થીઓએ એમ. ફિલ. તથા પીએચ.ડી.ની ડીગ્રી મેળવી છે. જગપ્રસિદ્ધ ઈતિહાસકાર ડો.આર સી મજમુદારના તેઓ વિદ્યાર્થી રહી ચૂકયા છે તેઓ માનતા કે ઇતિહાસ લેખન નિષ્‍પક્ષ, પૂર્વગ્રહરહિત, વિવેચાનાત્‍મક, વસ્‍તુનિષ્ઠ તથા તટસ્‍થ હોવું જોઈએ આ મંત્ર તેમણે પોતાના વિદ્યાર્થીઓને આપેલ જેનું તેમણે અનુસરણ કરેલ છે.

તેઓ ગુજરાતના વરિષ્ઠ અને સંનિષ્ઠ પ્રાધ્‍યાપક છે. તેમને ગુજરાત સરકાર દ્વારા અપાયેલ ૧૧ ગામના ગ્રામ્‍ય સર્વ સંગ્રહો અને સરકાર દ્વારા સોંપાયેલ  રાજકોટ, જૂનાગઢ અને અમરેલીના ગેઝેટિયરોમાં પણ આલેખન કર્યું છે. ‘સૌરાષ્‍ટ્રની અસ્‍મિતા' નામક સંદર્ભગ્રંથનું પણ સંપાદન કર્યું છે. ગુજરાત અભિલેખાગાર દ્વારા “ORAL HISTORY” પ્રોજેક્‍ટમાં પણ કેટલાક સ્‍વાતંત્ર્ય સેનાનીઓના ઇન્‍ટરવ્‍યૂ લીધા છે. તેઓ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના આઇએએસ એક્‍ઝામ ટ્રેનીંગ સેન્‍ટરના સ્‍થાપક ડાયરેકટર અને જીસીડીસીના કાઉન્‍સીલર તરીકે રહીને કેટલાક વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને જીસીડીસી પરીક્ષામાં પાસ થવામાં માર્ગદર્શન આપ્‍યું છે. તેમની કારકિર્દીનો સરવાળો કરીએ તો તેઓ વિદ્યાર્થીપ્રિય અધ્‍યાપક, પ્રેમાળ શિક્ષક, સત્‍યપ્રેમી માર્ગદર્શક, અનુપમ સંશોધક અને વિદ્યાની સાધનાના આરાધક હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(3:56 PM IST)