News of Tuesday, 17th September 2024
દેશના ૭ શહેરોમાં કલાઇમેન્ટ રેસિલિયન્ટ સિટી એકશન પ્લાનનું લોન્ચિંગઃ રાજકોટનો સમાવેશ
ઇકલી સાઉથ એશીયા દ્વારા ન્યુ દિલ્હી ખાતે આજથી બે દિ'નો વર્કશોપ : મંત્રી તોખાન શાહીની ઉપસ્થિતીઃ આ વર્કશોપમાં નયનાબેન, નરેન્દ્રસિંહ જાડેજા, જયમીન ઠાકર, દેવાંગ દેસાઇ, ચેતન નંદાણી તથા વર્ષાબેન અને ડો. રાજેશ્રીબેન જોડાશે

રાજકોટ તા.૧૭: કેપેસિટીઝ પ્રોજેક્ટ ફેઇઝ-૨ અંતર્ગત ઇક્લી સાઉથ એશિયા દ્વારા ‘‘મલ્ટી લેવલ એક્શન ફોર કલાઈમેન્ટ રેસિલીયન્ટ સિટિઝ''ના વિષય અન્વયે આગામી તા.૧૭ અને ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ ન્યુ દિલ્હી ખાતે વર્કશોપ યોજાશે. આ વર્કશોપમાં જુદા જુદા વિષય નિષ્ણાંતોના લેકચરનું આયોજન કરેલ છે. જેમાં, કેપેસિટીઝ પ્રોજેક્ટ ફેઇઝ-૨ અંતર્ગત કરવામાં આવેલ કામગીરી, નેટ ઝીરો મેથડોલોજી, ક્લાઈમેટ રેસિલિયન્ટ સિટી એક્શન પ્લાનિંગ-ચેલેન્જીસ, બેન્કાબીલિટી એનાલિસીસ, જુદા જુદા શહેરોના પ્રોજેક્ટ અન્વયે ઓવરવ્યું, તમિલનાડુના વેસ્ટ ટુ બાયો સી.એન.જી. પ્રોજેક્ટ્સની બેસ્ટ પ્રેકટીસીસ અને કેસ સ્ટડીઝ, ઇન્ટરનેશનલ એન્ડ નેશનલ બેસ્ટ પ્રેકટીસીસ ફોર લો કાર્બન કલાઈમેટ રેસિલિઅન્ટ ડેવલોપમેન્ટ વિશે ભારત-સ્વિઝરલેન્ડ દેશના નિષ્ણાંત વક્તાનું લેકચર, એક્સેસિંગ કલાઈમેટ ફાઈનાન્સ-એક્શન પ્લાન્સ ઓફ ફાયનાન્સીયલ ઇન્સ્ટીટયુશન વગેરે બાબતો અંગે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવનાર છે. તેમ મેયર સહિતના પદાધિકારીઓનું સતાવાર યાદીમાં જણાવાયું છે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ જણાવે છે કે, સાતત્યપૂર્ણ શહેરી વિકાસને પ્રોત્સાહન આપવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ ઈકલી સાઉથ એશિયા (ICLEI South Asia) સાથે ભાગીદારી (MOU) કરેલ છે. રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ પાર્ટનરો; જેમ કે, ઈકલી (ICLEI South Asia) અને SDC(Swiss Agency for Development and Cooperation)ની મદદથી ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેર અનેક પ્રોજેક્ટમાં સાતત્યપૂર્ણ પહેલ કરવામાં રાષ્ટ્રીય નેતળત્વ કરતું રહ્યું છે. ઈકલી સાઉથ એશિયા (ICLEI South Asia) દ્વારા આ પ્રોજેકટ અંતર્ગત મહાનગરપાલિકામાં એક રિસોર્સ પર્સન પણ ફાળવવામાં આવેલ છે.
આ વર્કશોપમાં દેશના ૦૭ શહેર જેમાં, ગુજરાત રાજ્યના રાજકોટ અને વડોદરા, તમિલનાડુ રાજ્યના ૩ શહેર, રાજસ્થાન રાજ્યના ઉદયપુર શહેર તથા પ?મિ બંગાળ રાજ્યમાંથી સિલીગુરી શહેર એમ કુલ-૭ શહેરના‘‘ૅક્લાઈમેટ રેસિલિયન્ટ સિટી એક્શન પ્લાન''નું ભારત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગળહ નિર્માણ વિભાગના માન.મંત્રી શ્રી તોખાન શાહુની ઉપસ્થિતિમાં રાજકોટ, કોઇમ્બતુર, ઉદયપુર સહિતના ૦૭ શહેરો ‘‘ક્લાઈમેટ રેસિલિયન્ટ સિટી એક્શન પ્લાન''નું લોન્ચિંગ કરવામાં આવનાર છે. આ વર્કશોપમાં મેયર નયનાબેન, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે.ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇ, ડે.કમીશનર ચેતન નંદાણી તથા કોર્પોરેટર ડો.રાજેશ્રીબેન ડોડીયા અને વર્ષાબેન રાણપરા ભાગ લેશે.
રાજકોટ મહાનગરપાલિકા અને ઈકલી સાઉથ એશિયા (ICLEI South Asia) દ્વારા સતત ક્રિટિકલ અર્બન સેક્ટર્સ જેવા કે, પર્યાવરણ, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એર ક્વોલિટી, વોટર સપ્લાય તથા ડ્રેનેજ મેનેજમેન્ટ માટે નેટ ઝીરો ટાર્ગેટ પર કામ કરવામાં આવી રહેલ છે. CapaCITIES પ્રોજેકટ થકી શહેર માટે ક્લાઈમેટ રેસિલિયન્સની દિશામાં વિવિધ પગલા લેવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ શહેર માટે ‘‘ક્લાઈમેટ રેસિલિયન્ટ સિટી એક્શન પ્લાન'' બનાવેલ છે.(૨.૨૦)
કલાઇમેટ એક્શન પ્લાન રાજકોટ ૨૦૭૦ સુધીમાં ૫૭,૬૬૧ ગ્રીન જોબનું નિર્માણ કરવા સક્ષમ
આ ચેપ્ટર અંતર્ગત રાજકોટ શહેરમાં વર્ષ ૨૦૩૦, ૨૦૫૦ તથા ૨૦૭૦ દરમિયાન ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે, મહાનગરપાલિકાની કોર ટીમ દ્વારા વિવિધ સ્ટેક હોલ્ડરસ્ સાથે કન્સલ્ટેશન બાદ મહાનગરપાલિકાના આગામી વર્ષનાં વિવિધ આયોજનો તથા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ તથા ટાર્ગેટ ધ્યાનમાં રાખીને વિવિધ અર્બન સેક્ટર્સ જેમકે ૧) બિલ્ટ એન્વાયરમેન્ટ અને એનર્જી, ૨) ટ્રાન્સપોર્ટ, ૩) વોટર, ૪) વેસ્ટવોટર, ૫) સ્ટોર્મ વોટર, ૬) સોલીડ વેસ્ટ, ૭) અર્બન ગ્રીનીંગ અને બયોડાઈવર્સીટી, ૮) એર ક્વોલીટી, વિગેરે માટે વિવિધ એક્શન, વ્યૂહરચના, રેસિલિયન્સ ગોલ અને મીટીગેશન ટાર્ગેટનો સમાવેશ કરવામાં આવેલ છે. આ ચેપ્ટરમાં આ ૮ સેક્ટર માટે કુલ ૨૨ સ્ટ્રેટેજી (એડેપ્ટેશન તથા મીટીગેશન) અને કુલ ૭૮ કલાઇમેટ એક્શનનો સમાવેશ કરેલ છે.
આ એકશન પ્લાનના અમલીકરણ માટે વર્ષ ૨૦૭૦ સુંધી અંદાજીત કુલ રૂ. ૮૧,૫૦૭ કરોડ જેટલા ભંડોળની આવશ્યક રહેશે. આ એક્શન પ્લાનના અમલીકરણ દ્વારા રાજકોટ શહેર વર્ષ ૨૦૭૦ સુધીમાં કુલ ૫૭,૬૬૧ ગ્રીન જોબનું નિર્માણ કરવામાં સક્ષમ છે.
(3:07 PM IST)










