<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

વાહન સર્વિસ કરવા બાબતે થયેલી માથાકુટનો ખાર રાખી કારખાનેદાર વિરેન્‍દ્રભાઇ પર હુમલો

અમૃત ઉદ્યોગ મેઇનરોડ પર બનાવઃ સર્વિસ સ્‍ટેશનના સંચાલક વિનુ અણદાણી તેનો પુત્ર સાગર સામે આજી ડેમ પોલીસમાં ફરિયાદ

રાજકોટ : તા. ૧૭ : અમૃત ઉધોગ મેઇન રોડ પર કારખાનામાં કામ કરતા કારીગર સાથે થયેલી માથાકુટનો ખારરાખી  કારખાનેદાર પર વાહનનું સર્વિસ સ્‍ટેશન ચલાવતા પિતા-પુત્રએ લાકડાના ધોકાવડે હુમલો કરતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કોઠારીયા પાસે રોકડીયા પાટી પ્‍લોટની બાજુમાં તુલસી પુષ્‍પવન એપાર્ટમેન્‍ટમાં રહેતા વિરેન્‍દ્રભાઇ ઉર્ફે લાલભાઇ હસમુખભાઇ પટેલ (ઉ.૩૩) એ આજીડેમ પોલીસ મથકમાં વિનુ વેલજીભાઇ અણદાણી અને તેનો પુત્ર સાગર અણદાણી સામે ફરિયાદ નોંધાવી છે. વિરેન્‍દ્રભાઇ એ  ફરિયાદમાં જણાવ્‍યુ છે કે પોતે અમૃત ઉધોગ મેઇન રોડ પર એકતા એન્‍જીનિયરીંગ નામનું કારખાનુ ચલાવે છે. ગઇકાલે પોતે મિત્ર આશિષભાઇ વિઠ્ઠલભાઇ ગોહેલ બંને કારખાનામાં બેઠા હતા ત્‍યારે કારખાનાની બાજુમાં વાહનોનું સર્વિસ સ્‍ટેશન ચલાવતા સાગર અણદાણી તેના પિતા વિનુ અણદાણી બંને લાકડાનો ધોકો લઇને કારખાનામાં આવી પોતાના કારખાનામાં કામકરતા વિવેક કાળુભાઇને આ સાગર અણદાણી સાથે ૧૫ દિવસ પહેલા માથાકુટ થઇ હતી તે બાબતનો ખાર રાખી આન બંને એ ઝઘ્‍ધડો કરી ઉશ્‍કેરાઇ જઇ લાકડાના ધોકા વડે મારમારતા માથાના ભાગે ઇજા થઇ હતી બાદ મિત્ર આશિષભાઇ એ વચ્‍ચે પડી પોતાને છોડાવ્‍યા હતા. બાદ પોતાને સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકના હેડ કોન્‍સ જે.એમ. બોસીયા સહિતે હોસ્‍પિટલે પહોંચી કારખાનેદાર વિરેન્‍દ્રભાઇની ફરિયાદ પરથી વિનુ અણદાણી અને પુત્ર સાગર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. )

(2:36 PM IST)