<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

મરી જવાનું રટણ કરતાં રંજનબેન સરવૈયાએ ફાંસો ખાઇ દુનિયા છોડી

પતિ સવારે જાગ્‍યા ત્‍યારે પત્‍નિને લટકતાં જોયા : મવડી ચાલીસ ફુટ રોડ પ્રિયદર્શન સોસાયટીમાં બનાવઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૭: મવડીના ચાલીસ ફુટ રોડ પર પ્રિયદર્શન સોસાયટી શેરી નં. ૪માં રહેતાં રંજનબેન વિનોદભાઇ સરવૈયા (ઉ.વ.૪૫) નામના મહિલાએ વહેલી સવારે  પંખામાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

બનાવની જાણ ૧૦૮ના ઇએમટી મારફત થતાં પોલીસ કન્‍ટ્રોલ રૂમ તરફથી જાણ કરવામાં આવતાં તાલુકા પોલીસ મથકના પીએઅસાઇ બી. ડી. ઠાકોર અને કિરીટભાઇ રામાવત સહિતે ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ આપઘાત કરનાર રંજનબેનનો મગજ થોડો તાપસી થઇ ગયો હતો. તે અવાર-નવાર મરી જવાનું રટણ કરતાં હોવાનું તેમના પરિવારજનોએ કહ્યું હતું.

વહેલી સવારે ચાર વાગ્‍યે પતિ વિનોદભાઇ જાગ્‍યા ત્‍યારે પત્‍નિ સુતા હતાં. છ વાગ્‍યે તેઓ ફરીથી જાગ્‍યા ત્‍યારે પત્‍નિને લટકતાં જોતાં કલ્‍પાંત સર્જાયો હતો. ૧૦૮ બોલાવાઇ હતી પણ તેના તબિબે મૃત જાહેર કર્યા હતાં. પતિ સુથારી કામની મજૂરી કરે છે. મૃત્‍યુ પામનારને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

(11:46 AM IST)