તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th September 2024
મ્યુ.કમિશનરનો નવો અભિગમઃ માંગણી મુજબ બદલીની તક
હાલમાં સેનેટરી ઇન્સપેકટર અને સબ સેનેટરી ઇન્સ્પેકટરની બદલી માટે ગુગલ ફોર્મથી અરજીઓ મંગાવાઇઃ સીનીયોરીટી મુજબ પ્રાથમીકતા

રાજકોટ, તા., ૧૬: મનપામાં ત્રણ વર્ષથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા એસઆઇ અને એસએસઆઇને બદલી માટે મ્યુ.કમિશનર દ્વારા ઓનલાઇન પોર્ટલ દ્વારા અરજી સ્વીકારવાની પહેલ અકબંધ રાખવામાં આવી છે. થોડા દિવસો અગાઉ વોર્ડ ઓફીસરો અને મેનેજરોને પણ સ્વૈચ્છીક બદલી માટે આ કાર્યવાહીની શરૂઆત કરી હતી.
મનપાના સતાવાર પરીપત્ર મુજબ રાજકોટ મહાનગર પાલીકાની જુદી જુદી શાખાઓમાં સેનેટરી ઇન્સ્પેકટર તથા સેનેટરી સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓની વહીવટી સરળતા ખાતર એક જ શાખા-વોર્ડ-ઝોનમાં ૩ વર્ષથી વધુ સમય થયેલ હોય તેવા સેનેટરી ઇન્સ્પેકટર તથા સબ ઇન્સ્પેકટરની બદલી ઓનલાઇન પોર્ટલ માધ્યમથી કરવાનું નક્કી કરવામાં આવેલ છે.
રાજકોટ મહાનગર પાલીકાની જુદી જુદી શાખાઓમાં સેનેટરી ઇન્સ્પેકટર તથા એસએસઆઇ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ પોતાની બદલીની માંગણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે અને જેઓએ અગાઉ બદલી માટે અરજી કરેલ છે. તેઓએ પણ ઓનલાઇન પોર્ટલમાં પોતાની અરજી કરવાની રહેશે. આ માટે ઓનલાઇન ગુગલ ફોર્મમાં માંગવામાં આવેલ વિગતો રજુ કરવાની રહેશે. જે કયુઆર કોડ સ્કેન કરી બદલી માટેનું ગુગલ ફોર્મ તા.૧૬ સુધીમાં ભરવા પરિપત્રમાં જણાવાયું છે.
મનપા સેનેટરી ઇન્સ્પેકટર અને સેનેટરી સબ ઇન્સ્પેકટરની બદલી માટે ઓનલાઇન પોર્ટલથી ગુગલ ફોર્મમાં તા.૧૬ સુધીમાં અરજીઓ માંગવામાં આવતા રપ સેનેટરી ઇન્સ્પેકટરો તથા ૪૭ સેનેટરી સબ ઇન્સ્પેકટરોએ ઇચ્છા દર્શાવી છે. જેમાં સીનીયોરીટીને પ્રાથમીકતા મુજબ બદલી કરનાર હોવાનું મનપાના સતાવાર સુત્રોએ જણાવ્યું છે.
(2:42 PM IST)










