News of Monday, 16th September 2024
ગૃહ સુધારણા- ફર્નિશિંગ ક્ષેત્રમાં ડંકો વગાડતી ‘એસેન સ્પેશ્યાલીટી'
રાજુ એન્જીનીયરીંગની સંલગ્ન એવી આ કંપનીએ હોમ ડેકોર- યોગા મેટસ- કૃત્રિમ છોડ-પાન-ફુલો-વેલનેસ-ફિટનેસ પ્રોડકટમાં ચીનને ટક્કર આપી : વિશ્વના ૪૦થી વધુ દેશોમાં પ્રોડકટની નિકાસઃ ૫૦૦ રિટેલરો જેમાં ‘‘આઇકીયા'' અને વોલમાર્ટનો સમાવેશઃ પત્રકારોને વિગતો આપતા એમડી પલ્લવ દોશી

રાજકોટ તા.૧૬: દેશભરમાં જાણીતી અને શેરબજારમાં લીસ્ટેડ તથા રોકાણકારોને જંગી વળતર આપતી રાજકોટ (શાપર)ની કંપની રાજુ એન્જીનીયર્સ લી.ની સંલગ્ન કંપની એસેન સ્પેશ્યાલીટી ફિલ્ડર્સએ ટુંકાગાળામાં સફળતાના ડંકા વગાડી રાજકોટનું નામ વિશ્વસ્તરે ગુંજતુ કર્યું છે. એટલુ જ નહિ વિવિધ પ્રોડકટ જેમ કે હોમ ડેકોર, બાથરૂમ કર્ટેન્સ- કૃત્રિમ છોડ-પાન, યોગા મેટસ વગેરે પ્રોડકટમાં ચીનને પણ ટક્કર આપી છે. કંપનીના એમડી પલ્લવ દોશીએ પત્રકારોને જણાવ્યું હતું કે, ટુંકા ગાળામાં આજે વિશ્વના ૪૦થી વધુ દેશોમાં ૫૦૦ રિટેલરોમાં સ્થાન પામ્યા છીએ. જેમાં આઇકીયા અને વોલમાર્ટનો પણ સમાવેશ થાય છે. કંપનીની વિશેષતા એ છે કે અમારી કંપનીમાં ૬૭% મહિલાઓ કામ કરે છે. કંપની દર વર્ષે ૨૦ થી ૨ ટકાનો ગ્રોથ કરી રહી છે. કંપનીમાં કુલ ૧૦૦૦ લોકો કામ કરી રહયાં છે. કંપનીના પ્રોડકટ રાજકોટમાં પણ ઉપલબ્ધ છે.
કંપનીના એમડી પલ્લવ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૨માં સ્થપાયેલી એસેન કંપની ગળહ સુધારણા અને ફર્નિશિંગ ક્ષેત્રમાં સ્પેશ્યલાઇઝડ ટકાઉ પ્લાસ્ટિક ઉત્પાદનો બનાવવામાં અગ્રેસર સ્થાન ધરાવે છે દુનિયાના ૪૭થી વધારે દેશોમાં અસંખ્ય ફોર્ચ્યુન ૫૦૦ રિટેલરોને તે સેવા પહોંચાડે છે. એક જ છત્ર હેઠળ ઉત્પાદન પામતી પ્લાસ્ટિક એક્સટુઝન, ઇન્જેક્શન મોલ્ડિંગ તથા કમ્પ્રેશન મોલ્ડિંગ જેવી ત્રણ મુખ્ય પ્લાસ્ટિસાઇઝિંગ ટેક્રિકોનું અવલોકન કર્યું હતું, એસેન કંપની પોતાના ઉત્પાદનના દરેક પાસામા સ્થિરતાને સમાવી લે છે તે અંગેની વિગતે વાત કરાઈ હતી. શૂન્ય-કચરાવાળી એસેન કંપનીની પ્રોડકટ્સ બિન-ઝેરી અને ૧૦૦ ટકા ક્લોરિન-મુક્ત સામગ્રીનો ઉપયોગ કરીને બનાવાય છે, જે ઉચ્ચતમ પર્યાવરણીય તથા આરોગ્યના ધોરણોને સુનિヘતિ કરે છે. વળી, પોતાના ઉત્પાદનો માટે તે GRS સર્ટિફાઇડ પોસ્ટ- કન્ઝયુમર રિસાઇકલ કયરા પર આધાર રાખે છે. જે અર્થતંત્રની બાબતોના ચક્ર માટેની પ્રતિબદ્ધતાને મજબૂત કરે છે. આ ફેસિલિટી કડક સામાજિક, નૈતિક અને પર્યાવરણીય દિશાનિર્દેશો હેઠળ કાર્ય કરે છે અને કંપની અસંખ્ય ઉદ્યોગ ધોરણો સાથે તેના પાલનમાં ગર્વ અનુભવે છે ૯૦૦થી વધારે કર્મચારીઓના સ્ટાફ સાથે એસેન ટકાઉ સોલ્યુશનો દ્વારા નવીનતાને આગળ ધપાવતી વખતે સમાવિષ્ટ અને સલામત કાર્યકારી વાતાવરણ ઊભું કરે છે.
તેમણે કહયું હતું કે, એસેન કંપનીના ઉત્પાદનોની રેન્જમાં તાાન માટેની આવશ્યક વસ્તુઓ. કળત્રિમ છોડ-પાન અને ફૂલો, રસોડાની તથા જમવાની આઇટમો અને વેલનેસ ફિટનેસ પ્રોડકટ્સનો સમાવેશ થાય છે. આ તમામ ચીજોનું ઉત્પાદન રિન્યુએબલ તથા રિસાઇકલ પોલિમરમાંથી થાય છે. આ ટુરના માધ્યમથી મીડિયાના સભ્યોને એસેનની આગેવાન-ટીમ સાથે સીધા વાર્તાલાપની તક મળી હતી અને તેનાથી તેઓ કંપનીની સામાજિક જવાબદારીની પહેલો તથા પર્યાવરણીય જવાબદારીઓ માટેની વાંબા ગાળાની દૃષ્ટિનો પરિચય મેળવી શકયા હતા.
એસેન સ્પેશ્યાલિટી ફિલ્મ્સ પ્લાસ્ટિક ઉદ્યોગમાં નવીનતાની સરહદોને આગળ ધપાવવા માટે પ્રતિબદ્ધ રહે છે, અને આ બાબતમાં તેને ઉચ્ચ ગુણવત્તાવાળા પ્લાસ્ટિક ઉત્પાદનોના વિકાસ, ઉત્પાદન અને માર્કેટિંગ માટે તેની દૃષ્ટિ મદદરૂપ નીવડે છે. સાથોસાથ, પર્યાવરણીય સ્થિરતામાં સુધારો કરીને, ગ્રાહક-નફાકારકતાને આગળ ધપાવીને એસેન ખૂબ જ જવાબદાર ઉત્પાદન માટે નવાં ધોરણો સ્થાપિત કરી રહી છે. જે ક્ષેત્રોમાં તે હાલ છે તેમાં પોતાના પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરીને અથવા માર્કેટ લીડર બનવાની પોતાની જે ક્ષમતાઓ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીને તે ઉચ્ચ ગુણવત્તાસભર ટકાઉ સોલ્યુશનો પૂરા પાડવાનું જારી રાખે છે, જે વૈશ્વિક બજારની વિકસતી માંગને પહોંચી વળે છે. તેમ તેમણે અંતમાં કહયું હતું.
રાજુ એન્જીનિયર્સની ઉંચી ઉડાનઃ ઉત્પાદન ક્ષમતામાં ત્રણ ગણો વધારો કર્યોઃ નવું કેન્દ્ર
૭૮ થી વધુ દેશોમાં નિકાસઃ બ્લોન-ફિલ્મ બાઇન્સ, શીટ બાઇન્સ-એક હાટુઝન કોટિંગ અને બેમિનેશન લાઇન્સમાં વિશ્વની નંબર-૧ કંપની
રાજકોટ તા. ૧૬ :.. પ્લાસ્ટિક એક્સટુઝન મશીનના ભારતના અગ્રણી ઉત્પાદક, રાજૂ એન્જિનિયર્સ લિમિટેડ દ્વારા તાજેતરમાં રાજકોટમાં તેના અત્યાધુનિક ઉત્પાદન કેન્દ્ર ખાતે મીડિયા સાથે મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું. આ વિશિષ્ટ મુલાકાતથી મીડિયાને રાજૂની કામગીરીની પદ્ધતિઓ ગુણવત્તા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને નવીનતા-આધારિત દ્રષ્ટિકોણ વિશે મૂલ્યવાન જ્ઞાન મેળવવામાં મદદ મળી.
રાજૂ એન્જિનિયર્સની ૧૯૮૬માં સ્થાપના થઈ ત્યારથી, તે બ્લોન ફિલ્મ વાઈન્સ, શીટ વાઈન્સ, એક્સટુઝન કોટિંત્ર અને લેમિનેશન લાઇન્સ અને થર્મોફોર્મર્સમાં વૈશ્વિક અગ્રણી બની ગઈ છે. ૭૮ થી વધુ દેશોમાં તેના ૫૦ ટકાથી વધુ મશીનોની નિકાસ સાથે, કંપનીએ વૈશ્વિક બજારોમાં મજબૂત સફળતા પ્રાપ્ત કરી છે.
આ ટુરે દર્શાવ્યું કે કેવી રીતે રાજૂ કેવી રીતે, ઉત્પાદનના દરેક તબક્કે ચોકસાઈની ખાતરી કરવાની સાથે સાથે અદ્યતન ટેક્રોલોજી અપનાવીને શ્રેષ્ઠ ગુણવત્તાવાળા ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. કંપનીનો આધુનિક ટૂલ રૂમ અને ગુણવત્તા નિયંત્રણના કેન્દ્રો. પ્રમાણિત એન્જિનિયરિંગ અને ગ્રાહક-કેન્દ્રિત ઉત્પાદન માટેના તેના સમર્પણને પ્રતિબિંબિત કરે છે.
રાજુની નવીનતા પ્રત્યેની પ્રતિબદ્ધતા, હાથમાં દિલ્હીમાં પ્લાસ્ટફોકસ એક્સહિબીશન ખાતે બતાવવામાં આવેલ. ભારતની પ્રથમ ૯-લેયર બ્લોન ફિલ્મ વાઇન, નોનાફોઇલના લોન્ચ દ્વારા દર્શાવવામાં આવી હતી. કંપનીએ સોલાર એન્કેપ્સ્યુલેશન શીટના ઉત્પાદન માટે LAMINE એસ્ટુઝન મશીનના વોન્ય સાથે નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રમાં પણ પ્રવેશ કર્યો છે. જે પર્યાવરણના સરક્ષણ અને ટેક્રોલોજીના પ્રગતિ પર તેનું ધ્યાન પ્રતિબિંબિત કરે છે.
આ વર્ષે, રાજૂએ રાજકોટમાં મોટા ઉત્પાદન કેન્દ્રનું પણ ઉદ્ધાટન કરીને તેની ઉત્પાદન ક્ષમતામાં ત્રણ ગણો વધારો કર્યો અને કામગીરીની કાર્યક્ષમતામાં સુધારો કર્યો. આ નવું કેન્દ્ર વિશ્વની વધતી માંગને પહોંચી વળવા રાજૂના મિશનને સમર્થન આપે છે અને તેની ઉત્પાદનની ક્ષમતાઓને વધુ મજબૂત બનાવે છે.
રાજૂના પોર્ટફોલિયોમાં નવીનતમ ઉમેરો એ PROEX શ્રેણી છે, જે અનુકૂળ પેકેજિંગ, કળષિ અને ઔદ્યોગિક કામગીરી જેવા ક્ષેત્રોમાં મોટા પાયે પ્રોસેસર્સ માટે ડિઝાઇન કરાયેલ ઉચ્ચ-પ્રદર્શનવાળી બ્લોન ફિલ્મ એક્સટુઝન વાઇન છે. PROEX શ્રેણી શ્રેષ્ઠ મજબૂતાઈ અને લો ગેજમાં વિવિધતા સહિતના અદ્યતન ગુણધર્મો ધરાવે છે. જેનાથી તે ઉચ્ચ ગુણવત્તા, હાઈ-આઉટપુટ ફિલ્મના ઉત્પાદન માટે એક આદર્શ વિકલ્પ છે.
પર્યાવરણીય સંરક્ષણ અને નવીનતા પર રાજુનું અડગ સમર્પણ, સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિક પ્રોસેસિંગ મશીનરી ક્ષેત્રમાં તેની સફળતાનું મુખ્ય પરિબળ છે, જે કંપનીને ઉત્પાદનના અદ્યતન ઉકેલોમાં અગ્રણી સ્થાન આપે છે. સતત નવીનતા અને વધતી જતી વૈશ્વિક સફળતા સાથે, રાજૂ એન્જીનીયર્સ લિમિટેડ પ્લાસ્ટિક એક્સટુઝન મશીનરી ઉદ્યોગનું નેતળત્વ કરે તેવી અપેક્ષા છે.
(10:42 AM IST)










