<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

"રાજ્ય શાળા સંચાલક મહામંડળ-ગુજરાત પ્રદેશ"નામનુ મહામંડળ અનરજીસ્ટર્ડ અને અનઅધિકૃત છે : ડો.પ્રિયવદન કોરાટ : જુઓ સંપૂર્ણયાદી

વિસાવદર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સીનિયર સદસ્ય ડો.પ્રિયવદન કોરાટના જણાવ્યા અનુસાર શિક્ષણ બોર્ડ-ગાંધીનગરની તારીખ:-૨૪-૦૯-૨૦૨૪ના રોજ યોજાનાર ચૂંટણીમાં "રાજ્ય શાળા સંચાલક મહામંડળ - ગુજરાત પ્રદેશે" પોતાના ઉમેદવાર અમદાવાદના જે. વી. પટેલને રાખેલ છે, ખરેખર "રાજ્ય શાળા સંચાલક મહામંડળ - ગુજરાત પ્રદેશ" નામનું મહામંડળ અનરજિસ્ટર્ડ અને અનઅધિકૃત છે, જેની કોઈ જગ્યાએ નોંધણી થયેલ નથી, આમ આ મહામંડળના ઉમેદવાર જ સત્તાવાર ન હોય અને તેનું પાર્લામેન્ટરી બોર્ડ પણ અનઅધિકૃત છે, છતાં આ મહામંડળના હોદેદારો સંચાલક મંડળના હરીફ ઉમેદવાર ડૉ. પ્રિયવદન કોરાટને બળવાખોર કહી "રાજ્ય શાળા સંચાલક મહામંડળ ગુજરાત પ્રદેશ"માંથી સભ્યપદ આજીવન રદ કરેલ છે, તે મતલબની ભ્રામક જાહેરાતો કરે છે, જેનાથી રાજ્યના શાળા સંચાલકોએ ભરમાવું નહીં, તેમ એક યાદીમાં ડૉ. પ્રિયવદન કોરાટ દ્વારા જણાવાયુ છે.

(7:28 PM IST)