<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

અકિલા રઘુવંશી બીટસ રાસોત્‍સવમાં જામશે નવરાત્રીના રંગ

ખેલૈયાનો થઇ જાઓ તૈયાર... હજારો રઘુવંશી ખેલૈયાઓ વચ્‍ચે જામશે જંગ સંપૂર્ણ પારિપારિક માહોલમાં યોજાશે રાસોત્‍સવ : પાસ માટે ખેલૈયાઓમાં જબરો ઉત્‍સાહ

રાજકોટ : સતત આઠમાં વર્ષે રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા લોહાણા સમાજ માટે તા.૦૩/૧૦ થી તા. ૧૨/૧૦ સુધી યોજાનાર ‘અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૪'ની માહિતી આપતાં શ્રી રઘુકુળ યુવા ગ્રુપના આયોજકો મિતેશભાઈ રૂપારેલીયા, હિરેનભાઈ તન્ના, રાજેશભાઈ જટણીયા, પારસભાઈ ઉનડકટ, નૈનેશભાઈ દાવડા, સાગરભાઈ તન્ના, નિરવભાઈ પાંઉ, યશભાઈ રાઠોડ, રઘુરાજ રૂપારેલીયા, જયદેવભાઈ રૂપારેલીયા, લાલેશભાઈ ઘીયા, સાગરભાઈ કકકડ સંપૂર્ણપણે પારિવારીક, ગરીમાપૂર્ણ, મર્યાદાયુકત વાતાવરણમાં રાસોત્‍સવ યોજાશે.

સર્વ જ્ઞાતીની બહેનો, માતાઓ, દંપતીઓ માટે યોજાયેલા શાનદાર મહોત્‍સવના દરરોજના ફાઇનલમાં રોજેરોજના વિજેતા પ્રિન્‍સ તથા પ્રિન્‍સેસનો નિર્ણય શાનદાર ખેલૈયાઓ વચ્‍ચેની સ્‍પર્ધા બાદ કરાશે.

સીંગર જીગ્નેશ સોની, નિતીન ગઢવી, દિપ્તી બાલાસરા, મહુલ શીંશાંગીયા અને  જીલ એન્‍ટરટેઈનમેન્‍ટના, સંકલન સુનીલ પટેલ, તાલ પ્રદીપ પઢીયાર તથા સાથી ટીમના  સથવારે ઇન્‍ટરનેશનલ ટીમના  કલાકારોના ગ્રુપ સાથે ઓરકેસ્‍ટ્રા તેમજ એન્‍કરીંગ તેમજ ઢોલના સથવારે ઈન્‍ટરનેશનલ ફેઈમ કલાકારોના ગ્રુપ સાથે ઓરકેસ્‍ટ્રા તેમજ એન્‍કરીંગ તેમજ ઢોલમાં કલાકારો ધૂમ મચાવશે. દરરોજ હજારો ખેલૈયાઓ ઝુમશે.

રઘુવંશી રાસોત્‍સવમાં ક્રિષ્‍ના સાઉન્‍ડના નીરજભાઈ આહીરની અત્‍યાધુનીક ૧ લાખ વોલ્‍ટની ડીઝીટલ સાઉન્‍ડ સીસ્‍ટમ્‍સ રાખવામા આવી છે. વોર્ટેક સ્‍પીકસ (જે.બી.એલ.) તેમજ ફલાઇંગ સીસ્‍ટમ્‍સનાં સથવારે ધૂમ મચાવશે. તેમજ મોહિતભાઈ ખાખરીયાના પાર્વતી ટ્રસની રોશનીથી સમગ્ર ગ્રાઉન્‍ડ ઝળહળી ઉઠશે. સમગ્ર પરીસરને ભવાની સીકયુરીટીના અભિમન્‍યુસિંહ જાડેજા અને તેમના બાઉન્‍સરો સુરક્ષા કવચ પુરું પાડશે. અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૪ ૅના ફોર્મ મેળવી જમા કરાવવા કાર્યાલય જાનકી પ્રોપટીઝ, જગન્નાથ ચોક, સાંઈનગર કોમ્‍યુનીટી હોલની સામે (મો.૯૩૨૭૭ ૦૬૭૦૭) કાર્યાલયે જ સંપર્ક કરવો.

(૧) જાનકી પ્રોપોર્ટીઝ, જગન્નાથ ચોક, કાલાવડ રોડ (૨) રઘુવંશી વડાપાંઉ, કરણસિંહજી રોડ, બાલાજી મંદિર સામે (૩) લાલી શીપ એન્‍ડ સ્‍માઈલ સોડાશોપ, રાજપેલેસ, સાધુ વાસવાણી રોડ, (૪) શ્રી ગણેશ આરો સીસ્‍ટમ, શિવમ પાર્ક-૧, અમળતા હોસ્‍પિટલ પાછળ, રૈયા ચોકડી (૫) સંતોષ ડેરી ફાર્મ, ઈન્‍દીરા સર્કલ (૬) ભારત ડેરી ફાર્મ, ઈન્‍દીરા સર્કલ પાસે (૭) એચ.ડી.કલોથીગ યુનીક આર્કેડ, મીના બેન્‍કવેટ હોલ, આલાપ એવન્‍યુની સામે, પુષ્‍કરધામ મેઈન રોડ, જે.કે. ચોક (૮) અરૂણા સીલેકશન, નિર્મળા રોડ(૯) જલારામ પ્રાર્થના મંદીર, ભીલવાસ ચોક (૧૦) ધુબાકા શીંગ, રૈયા રોડ, (૧૧) રાધે કેન્‍ડી, રાજપેલેસની સામે, સાધુ વાસવાણી રોડ, (૧૨) એરટેલ શોપી, જાસલ કોમ્‍પલેક્ષ, નાણાવટી ચોક (૧૩) ગણેશ સોડા શોપ, જીનેસીસ હોસ્‍પીટલ પાસે, બાપા સીતારામ ચોક, રૈયા રોડ (૧૪) જલારામ ખમણ, બજરંગ ચોક, ગાંધીગ્રામ (૧૫) એકતા પ્રકાશન, યુનિવર્સિટી રોડ, રાજકોટ. (૧૬) કે.ડી. ડાન્‍સ એકેડમી, ૯- જંકશન પ્‍લોટ, (૧૭) એલીઝા બ્‍યુટી સલુન, સવન સર્ફેશ કોમર્શીયલ, રૈયા રોડ (૧૮) શ્રી જલારામ ફરસાણ, ગંગોત્રી ડેરીવાળી શેરી, સાધુવાસવાણી રોડ (૧૯) અંબીકા જનરલ સ્‍ટોર, ગોપાલનગર-૧, ઢેબર રોડ, (૨૦) ઉમાવંશી દાબેલી, ગુણાતીતનગર ચોક, રૈયા ટેલીફોન એક્ષચેન્‍જ પાછળ (૨૧) અંબીકા ફરસાણ, કોટેચા ચોક (૨૨) દર્પણ મેચીંગ સેન્‍ટર, પંચાયત ચોક (૨૩) નળપુર શળંગાર, મીલપરા મેઈન રોડ, આદર્શ મંડપ સામે, જોકર ગાંઠીયા પાસે, રાજકોટ ખાતેથી મળશે. ફોર્મ માટે મોઃ ૯૦૨૩૩ ૭૩૭૩૬ પર સંપર્ક કરવા તથા સમગ્ર આયોજન અંગેની વિશેષ માહિતી માટે મો. ૯૩૨૭૭ ૦૬૭૦૭ પર સંપર્ક કરવા શ્રી રઘુકુળ યુવા ગ્રુપની યાદીમાં જણાવાયુ છે.(

(4:20 PM IST)