<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

રવિવારે સોનુ નિગમ અને અભિજીત ભટ્ટાચાર્યના કરાઓકે ગીતોનો નિઃશુલ્‍ક કાર્યક્રમઃ ૯ ગાયકો ગીતો પિરસશે

કિશન ચૌહાણ અને તેની ટીમનું ડાન્‍સ પર્ફોમન્‍સઃ સંગીત પ્રેમીઓને આમંત્રણ

રાજકોટ : ધ્‍યાનવીબેન શુકલ પ્રેરિત શિવા ફ્રેન્‍ડઝ મ્‍યુઝિકલ ગ્રુપ રાજકોટ દ્વારા પ્રથમ કાર્યક્રમ એ. આર. રહેમાન સ્‍પેશિયલની સફળતા બાદ તા. ૧પ રવિવારે હેમુ ગઢવી મેઇન થિયેટર ખાતે રાત્રે ૮ વાગ્‍યાથી તેઓ ‘પંછી, નદીયાં, પવન કે ઝોંકે' શિર્ષક હેઠળ યુવા હૈયામાં વસેલા સોનુ નિગમ અને અભિજિત ભટ્ટાચાર્યના કારાઓકે ગીતોનો વિનામૂલ્‍યે કાર્યક્રમ યોજાયેલ છે.

જેમાં સિંગરો ધ્‍યાનવીબેન શુકલ, ફાલ્‍ગુનીબેન જોશી, કિરણબેન ઝાલા, સંજયભાઇ ઝાલા, બીપીનભાઇ રૈયાણી, હિરેન રાવલ, ધવલ થાનકી, અમિત કટેશિયા, જીજ્ઞેશ રાજપરા ઉપરાંત ગેસ્‍ટ સિંગર્સ તરીકે ડો. અસિતભાઇ ભટ્ટ તથા ડો. નિરવભાઇ રાવલ, ગીતો પીરસશે.

કાર્યક્રમનાં એન્‍કર ઉદયભાઇ વિસાણી સેવા આપશે. સાથે સાથે કિશન ચૌહાણ અને તેમની ટીમ ડાન્‍સ પર્ફોમેન્‍સ રજૂ કરવાના છે.

કુલ નવ ગાયક કલાકારો ૩૭ ગીતો રજૂ કરશે. આશરે સાડા ચાર કલાકનો કાર્યક્રમ યોજાશે. સંગીત-પ્રેમીઓને કાર્યક્રમ માણવા અનુરોધ કરાયો છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:19 PM IST)