તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
રાજકોટની શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલનું ગોલ્ડન જયુબેલી વર્ષઃ વર્ષ દરમ્યાન અનેકવિધ કાર્યક્રમોની વણઝારઃ રવિવારે સન્માન સમારંભ

રાજકોટ : ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ -રાજકોટ દ્વારા વર્ષ ગોલ્ડન જયુબેલી વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત આગામી 1પ મીના રવિવારના રોજ યોજાનાર ક્ષત્રીય તેજસ્વી તારલાઓના સન્માનનો કાર્યક્રમ વિશેષ છે. આ ઉપરાંત આગામી સમયમાં સાફા બાંધવાની સ્પર્ધા, તલવારબાજી સ્પર્ધા, ઇનડોર આઉટ ડોર ગેમ્સ, રકતદાન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાનાર છે.
તસ્વીરમાં આગામી 1પ મીના રવિવારે આયોજીત ક્ષત્રીય સન્માન સમારંભ કાર્યક્રમનું અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા અને અકિલાના એકઝીકયુટીવ એડીટર, વેબએડીશનના એડીટર શ્રી નિમીષભાઇ ગણાત્રાને આમંત્રણ આપતા ક્ષત્રિય આગેવાનો સર્વશ્રી એડવોકેટ અશોકસિંહ વાઘેલા, સત્યજીતસિંહ જાડેજા, ચંદ્રસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા (રાજાભાઇ) નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(4:13 PM IST)










