<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

સમાજ કલ્‍યાણ સમિતિએ લોકોને રાખ્‍યા નિરોગી ઉત્‍સવમયઃ વર્ષભર 69 કાર્યક્રમોની આપી ભેટ

સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન તરીકે એક વર્ષની કામગીરીનું સરવૈયુ રજુ કરતા સુરેન્‍દ્રસિંહ વાળા

રાજકોટ, તા. 11 :  મનપાના સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન તરીકે સુરેન્‍દ્રસિંહ વાળાના એક વર્ષના કાર્યકામ દરમ્‍યાન  શહેરીજનો માટે ‘સંગીત સંધ્‍યા', ‘સૂર્ય નમસ્‍કાર સ્‍પર્ધા', ‘વિશ્વ યોગ દિવસ', ‘પતંગ મહોત્‍સવ', ‘રંગોળી સ્‍પર્ધા', ‘ભવ્‍ય દિવાળી ઉત્‍સવ', ‘આતશબાજી' સહિતના 69 અનેક વિધ કાર્યક્રમોની ભેટ આપી.

મહાનગરપાલિકાના સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન તરીકેનો એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા જણાવે છે કે, વર્ષ 2021માં રાજકોટ મહાનગરપાલિકાની સામાન્‍ય ચૂંટણી યોજાયેલ. રાજકોટ મહાનગરપાલિકાની 05 વર્ષની મુદત પૈકી, પ્રથમ 2.5 વર્ષ માટે શાસકપક્ષના દંડક તરીકેની જવાબદારી 12મી સપ્‍ટેમ્‍બર,2023 સુધી સફળતાપૂર્વક સંભાળેલ હતી. રાજકોટ મહાનગરપાલિકાની બાકી રહેતી 2.5 વર્ષની મુદત માટે સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેન તરીકે જવાબદારી સોંપેલ. 1 વર્ષમાં રાજ્‍ય સરકારની અધિસુચના અન્‍વયેના તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રેણીબધ્‍ધ 69 કાર્યક્રમો થકી, શહેરીજનોની શારીરિક અને માનસિક શક્‍તિમાં વધારો કરવા ઉમદા પ્રયાસ કરવામાં આવેલ.

જેમાં  ગણેશ વિસર્જન, પુષ્‍પાંજલી કાર્યક્રમ, શહીદ  વીર ભગત સિંહજી પ્રતિમા પુષ્‍પાંજલી કાર્યક્રમ, વર્લ્‍ડ કપ -2023 અંતર્ગત ભારત-પાકિસ્‍તાન મેચનું લાઇવ પ્રસારણ, રન ફોર યુનીટી, દિવાળી ઉત્‍સવ તથા ભવ્‍ય આતશબાજી તથા રંગોળી સ્‍પર્ધા, દિવાળી ઉત્‍સવ નિમિતે લાઇટીંગ ડેકોરેશન, કોર્પોરેશન સ્‍થાપના દિવસ ઉજવણી નિમિતે જુદા જુદા કાર્યક્રમો, સૂર્ય નમસ્‍કાર સ્‍પર્ધા, તથા જન્‍માષ્‍ટમી પર્વ ઉજવણી સહિતના કાર્યક્રમો કરવામાં આવ્‍યા હતા.

મહાનગરપાલિકાના સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેન તરીકેના મારા 01 વર્ષના કાર્યકાળ દરમ્‍યાન રાજ્‍યના આદરણીય મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વવાળી રાજ્‍ય સરકાર, પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજકોટના ધારાસભ્‍ય અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, મેયર મતી નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્‍યો ઉદયભાઈ કાનગડ, ડૉ.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા,  સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ નેતા શ્રીમતી લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક  મનિષભાઈ રાડીયા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, મ્‍યુનિસિપલ કમિશનર, શહેર ભાજપના મહામંત્રીઓ અશ્વિનભાઈ મોલિયા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, ડૉ.માધવ દવે, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ સમિતિના ચેરમેનો, કોર્પોરેટરો, ભાજપ સંગઠનનાં હોદેદારો, રાજકોટ મહાનગરપાલિકાના સર્વે અધિકારીઓ-કર્મચારીઓ, શહેરની ધાર્મિક-સામાજિક-શૈક્ષણિક સંસ્‍થાઓ, રંગીલા રાજકોટની જનતાનો તથા પ્રેસ-મિડીયાના પ્રતિનિધિઓ તરફથી રાજકોટ શહેરની વણથંભી વિકાસ યાત્રાને આગળ ધપાવવામાં સતત સાથ અને સહકાર મળેલ છે તેમજ આગામી સમયગાળામાં પણ સાથ અને સહકાર મળશે તેવી આશા અને અપેક્ષા રાખું છું

(4:13 PM IST)