<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

જૈન વિઝન ફરી મેદાનેઃ સોનમ નવનાત ગરબા-ર0ર4નું આયોજન

આ વર્ષે વિશ્વ વણીક નવનાત સામાજીક સંગઠનનો મુખ્‍ય સહયોગઃ અયોધ્‍યા ચોક પાસેના વિશાળ મેદાનમાં ખેલૈયાઓ રાસ ગરબાની રમઝટ બોલાવશેઃ બહેનોને વિનામુલ્‍યે પાસ અપાશેઃ સી.એમ.શેઠ-મિલન કોઠારી

રાજકોટ, તા. 1રઃ એક વર્ષના વિરામ બાદ જૈન વિઝન અને નવનાત વણિક સંગઠન દ્વારા આ વખતે સોનમ નવનાત ગરબા-2024નું આયોજન કરવામાં આવ્‍યું છે જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી અને વિશ્વ વણિક સંગઠન ના સી એમ શેઠે જણાવ્‍યા અનુસાર, આ વખતે 150 ફૂટ રીંગ રોડ ઉપર શીતલ પાર્ક ચોકડી અને અયોધ્‍યા ચોકડીની વચ્‍ચે મેદાન ખાતે તા. 3 ઓક્‍ટોબરથી 12 ઓક્‍ટોબર સુધી નવરાત્રી ઉજવાશે.

આ વખતે ગરબા અને બોલીવુડ સિંગર અશ્વિની મહેતા, ગરબા કિંગ ઓફ ગુજરાત આતા ખાન, મ્‍યુઝીક એરેન્‍જર રાજુ ત્રિવેદી, રીધમ કિંગ મહેશ ઢાંકેચા, એન્‍કર કમ સિંગર ગાર્ગી નિમ્‍બાર્ક, ગીટારીસ્‍ટ હિતેશ મહેતા અને ફોક સિંગર તુષાર ત્રિવેદી વગેરે ધૂમ મચાવશે. આર્ટીસ્‍ટનું મેનેજમેન્‍ટ જીલ એન્‍ટરપ્રાઈઝનાં તેજસ શીશાંગીયા કરી રહ્યા છે.

આ સોનમ નવનાત ગરબા-2024ના કાર્યાલય અને પાસની વિગત ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.  સંપૂર્ણ પારિવારિક માહોલમાં નવરાત્રી ઉજવાશે અને બહેનો નિર્ભીક બનીને ગરબે રમે છે. આ નવરાત્રી મહોત્‍સવમાં બહેનોને વિનામૂલ્‍યે રમવા દેવામાં આવે છે. જયારે ભાઈઓ પાસેથી ટોકન ફી લેવામાં આવે છે.

જય વણિક વિશ્વ વણિક  સામાજિક સંગઠનના બીજ 2002 અને 2003 થી રોપાયા ગુજરાત ઘરની અંદર આ સંગઠનની શાખાઓ ખોલવામાં આવી હતી.  મુખ્‍ય કચેરી શરૂઆતમાં જુનાગઢ અને પછી રાજકોટ ખાતે શિફ્‌ટ કરવામાં આવી હતી.  હાલમાં વણિક ભવન ની અંદર વિશ્વ વણિક સામાજિક સંગઠનનું કાર્યાલય કાર્યરત છે. આ સંગઠન દ્વારા વિશ્વ વણિકનું મેરેજ બ્‍યુરોનું જે વણિકભવનથી દર રવિવારે સંકલિત  કરવામાં આવે છે.ઉપરાંત વણિકજનોને અનેક પ્રકારની ઉપયોગી કીટ પણ વિતરણ કરવામાં આવે છે. આ સહિત અનેક વિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવતી હોવાનું જણાવાયું છે.

નવનાતની અંદર જે નાત આવે છે એમાં સ્‍થાનકવાસી, દેરાવાસી, તેરાપંથી, સોની સમાજ, સોની વણિક સમાજ, મોઢવણિક, સોરઠીયાવણિક સહિતની અનેક જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓ  જોડાયેલી છે રાજકોટની અંદર જ બે લાખ ઉપરાંત વસ્‍તી હોવાનું જણાવાયું છે.

આ સંસ્‍થા શરૂ કરવામાં સ્‍વ. છબીલદાસભાઈ મહેતા, બાબુભાઈ શાહ અરવિંદભાઈ સંઘવી, વસંતભાઈ અદાણી, દિપચંદભાઈ ગાડી સહિતનાએ આ ગ્રુપમાં સેવા આપી છે. શિલ્‍પા જ્‍વેલર્સ, રાધિકા જ્‍વેલર્સ ,જીતુભાઈ બેનાણી વિગેરે સલાહકાર તરીકે  જોડાયેલા છે  તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સી.એમ. શેઠ, મિલન કોઠારી અને જય મહેતા નજરે પડે છે. (તસ્‍વીરઃ  સંદીપ બગથરીયા)

(4:12 PM IST)