<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

ડો. મલય પલાણનો કી બોર્ડના સથવારે કાલે મ્‍યુઝીકલ કાર્યક્રમ : 15 કલાકારો ભાગ લેશે

મીની હેમુ ગઢવી હોલમાં આયોજન : રસ ધરાવતાઓને નિઃશુલ્‍ક પ્રવેશ

રાજકોટ તા. 13 : કીબોર્ડ પ્‍લેયર ડો. મલય પલાણના વનમેન ઓરકેસ્‍ટ્રા સાથે 15 કલાકારોના સુરીલા કંઠનો કામણ પાથરતો કાર્યક્રમ કાલે તા. 14 ના શનિવારે રાત્રે 8.30 વાગ્‍યે હેમુ ગઢવી મીની હોલ ખાતે યોજાયો છે. કલાગુરૂ સ્‍વ. કાંતીભાઇ સોનછત્રાના શિષ્‍ય એવા ડો. મલય પલાણ વ્‍યવસાયે તો ડોકટર છે પણ તેમની આંગળીઓ હંમેશા વાદ્યો ઉપર રમવા ખેંચાતી હોય છે. કી-બોર્ડ પર તેમને સારી ફાવટ છે. કાલે ‘મલયસ મેજીકલ ફીંગર્સ' શીર્ષકતળે યોજાયેલ કાર્યક્રમમાં 15 જેટલા ગાયક કલાકારો 35 થી વધુ કર્ણપ્રિય ગીતો રજુ કરશે. સંગીત વિશારદ શ્રીમતી ચૈતાલી સંઘવી મ્‍યુઝીક એરેન્‍જ કરશે. મલય પલાણના જાદુઇ પિયાનો વાદનના આ કાર્યક્રમમાં રસ ધરાવતા સૌ કોઇને વિનામુલ્‍યે પ્રવેશ મળશે. તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ડો. મલય પલાણ અને શ્રીમતી ચૈતાલી સંઘવી નજરે પડે છે.

(4:07 PM IST)