News of Friday, 13th September 2024
મંગળવારે ગીત-સંગીતનો યાદગાર કાર્યક્રમ : મુંબઇના ટોચના કલાકારો ૭૦-૮૦ના દાયકાના ગીતો રજુ કરશે
યશુદાસ-શૈલેન્દ્રસિંઘ, સુરેશ વાડેકર, લતાજી, આશાજી, હેમલત્તા, સલમા આગાનાં લોકપ્રિય ગીતોના કામણ પાથરશે કલાકારો : સુર સફર અને એચ.એમ.ઇવેન્ટનો ભવ્ય કાર્યક્રમઃ સ્માઇલ ગ્રુપના સુનિલભાઇ શાહનો સહયોગ

રાજકોટ, તા., ૧૩: રાજકોટની ગીત-સંગીતપ્રેમી જનતા માટે ચુકવા ન જેવો એક યાદગાર કાર્યક્રમ સુર સફર અને એચ.એમ.ઇવેન્ટસના ઉપક્રમે તથા સ્માઇલ ગ્રુપના સુનિલભાઇ શાહના સહયોગથી તા.૧૭ ને મંગળવારે રાત્રે ૯.૧પ કલાકે હેમુ ગઢવી હોલ ખાતે યોજાવા જઇ રહયો છે. જેમાં મુંબઇના ટોચના કલાકારો ૭૦-૮૦ના દાયકાના સુમધુર ગીતો રજુ કરી પોતાના કંઠનો જાદુ પાથરશે.
હીટસ ઓફ ૭૦-૮૦નો શિર્ષક હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાાં મુંબઇના લોકપ્રિય કલાકારો આનંદ પલવનકર, ગાયીકા અશ્વીન મહેતા, સંજય પાંડે વગેરેએ દાયકાના સુમધુર ગીતો પ્રસ્તુત કરી દર્શકોનું મન મોહી લેશે.
આ કલાકારો હીટસ ઓફ ૭૦-૮૦ અંતર્ગત યશુદાસ, શૈલેન્દ્રસિંઘ, સુરેશ વાડેકર, એસ.પી. બાલસુબ્રહ્મણ્યમ, લતા મંગેશકર, આશા ભોંસલે, હેમલતા, સલમા આગા જેવા બોલીવુડ ગાયકોના ગીતો જેવા કે (૧) દિલ ઢુંઢતા હૈ ફીર (ર) કા કરૂ સજની આયેના બાલમ (૩) મેૈં હું ખુશ રંગ હીના (૪) ઓ મારીયા ઓ મારીયા (પ) સચ મેરે યાર હૈ (૬) સુન સાયબા સુન (૭) હુશ્ન પહાડો કા આપની સમક્ષ મુંબઇના સુપ્રસિધ્ધ આંતરરાષ્ટ્રીય વર્સેટાઇલ સીંગર શ્રી આનંદ પલવનકર અને રાજકોટનાં આંતરરાષ્ટ્રીય સીંગર અશ્વિની મહેતા તથા શ્રી સંજય પંડયા દ્વારા રજુ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં સંગીત શ્રી હિતેષ મહેતાનું રહેશે. કાર્યક્રમનું સંચાલન ઇન્દોરનાં સુપ્રસિધ્ધ એંકર શ્રીમતી મોના ઠાકુર કરશે. જૈન અગ્રણી સંગીત પ્રેમી સ્માઇલ ગ્રુપના સુનીલ શાહનો ખુબ સાથ સહકાર મળ્યો છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે ગોલ્ડન જવેલર્સ રાજકોટના સંચાલકો અને સુરસફર એચ.એમ.ઇવેન્ટસના આયોજક ટીમ બની કાર્ય કરી રહયા છે. વધુ વિગત માટે હિતેષ મહેતા (૯૮૭૯પ ૮૭૮૭પ), જૈન અગ્રણી અને સ્માઇલ ગૃપના સુનીલભાઇ શાહ (૯૮ર૪ર ૧૦૫૧૫), નરેશ ઠોસાણી (૯૪ર૮૧ પ૬૪પપ) તથા અજય દવે (૮૬૯૦૮ ૬૩૦૦૩) નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.
(3:45 PM IST)










