<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

નરેન્‍દ્રભાઇએ કંડારેલ વિકાસની કેડીને ભૂપેન્‍દ્રભાઇએ વેગ આપ્‍યો : કાનગડ

મુખ્‍યમંત્રી પદે સફળતમ ત્રણ વર્ષ પૂર્ણ થતા શુભેચ્‍છા

રાજકોટ, તા. ૧ર : રાજયના મળદુ અને મકકમ મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના કાર્યકાળને સફળતા અને સિધ્‍ધીભર્યા ત્રણ વર્ષ પૂર્ણ થયા છે ત્‍યારે શુભેચ્‍છા પાઠવતા ધારાસભ્‍ય ઉદય કાનગડએ જણાવેલ છે નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાતમાં કંડારેલ વિકાસની કેડીને  ભૂપેન્‍દ્રભાઇએ સુંદર રીતે આગળ ધપાવી છે.

તેમના કાર્યકાળમાં રાજયની સુખાકારીમાં વધારો થયો છે અને ગુજરાત સર્વ દિશામાં પ્રગતિની રાહ પર અગ્રેસર થયુ છે, ત્‍યારે ભુપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વમાં રાજયમાં સર્વસ્‍પર્શી અને સર્વગ્રાહી વિકાસ થયો છે. રાજયમાં અનેકાનેક લોકકલ્‍યાણકારી યોજનાઓ થકી ઉન્નત કળષી અને આત્‍મનિર્ભર ખેડૂત, ધંધા-ઉદ્યોગમાં અગ્રેસરતા, સ્‍વાસ્‍થ્‍ય શિક્ષણ અને સુરક્ષા ધ્‍વારા મહિલા સશક્‍તિકરણ, સક્ષમ યુવા સુવર્ણ આવતીકાલને સાર્થક કરતી અનેક યોજનાઓ સહિત તમામ ક્ષેત્રે વિકાસની નવા જ આયામો પ્રસ્‍થાપિત કર્યા હોવાનું અભિનંદન પાઠવતા ધારાસભ્‍ય ઉદયકાનગડએ જણાવેલ હતું. 

(3:26 PM IST)