<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

ગંજીવાડામાં હનુમાનજીના મંદિરે બેઠેલા મુકેશભાઇનું હાર્ટએટેક આવી જતાં મોત

આધેડ મંદિરે સેવા પુજા કરતાં હતાં: વ્‍યાસ-અસાણી પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૩: હાર્ટએટેકથી વધુ એક મૃત્‍યુ થયું છે. શહેરના ભાવનગર રોડ પર ગંજીવાડા શેરી નં. ૩૭માં રહેતાં મુકેશભાઇ દલસુખભાઇ અસાણી (ઉ.વ.૪૫) નામના વ્‍યાસ આધેડ સવારે ઘર નજીક આવેલા હનુમાનજીના મંદિરે બેઠા હતાં ત્‍યારે એકાએક ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડીદેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

હોસ્‍પિટલ ચોકીના કેતનભાઇ નિકોલા, તોૈફિકભાઇ જુણાચ, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, કાનાભાઇ સહિતે  થોરાળા પોલીસને જાણ કરતાં પોલીસે પોસ્‍ટમોર્ટમ કરાવી જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્‍યુ પામનાર મુકેશભાઇ અસાણી બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્રી છે. તેઓ છુટક કામ કરતાં હતાં અને હનુમાનજીના મંદિરે જ સેવા પુજા કરતાં હતાં. ગઇકાલે તેમની તબિયત બગડતાં ડોક્‍ટર પાસે લઇ જવાતા બાટલા ચડાવાયા હતાં બાદમાં સારુ થઇ ગયું હતું. આજે સવારે નિત્‍યક્રમ મુજબ મંદિરે સેવા પુજા કરવા ગયા હતાં ત્‍યારે ત્‍યાં જ હતાં ત્‍યારે હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું.

(3:07 PM IST)