<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

રેલનગરમાં નાસ્‍તો કરતાં કરતા રાકેશભાઇ જોટંગીયા ઢળી પડયાઃ હાર્ટએટેકથી મોત

સાધુ વાસવાણી કુંજ રોડની પોતાની દૂકાનેથી નજીકની દૂકાને નાસ્‍તો કરવા ગયા ત્‍યારે ઢળી પડયાઃ બેભાન હાલતમાં હોસ્‍પિટલમાં ખસેડાયા પણ દમ તોડી દીધો

રાજકોટ તા. ૧૩: હૃદય રોગના હુમલાથી મૃત્‍યુની વધુ એક ઘટના બની છે. રેલનગરમાં રહેતાં અને વાળંદ કામની દુકાન ધરાવતાં પ્રોૈઢ સાંજે રેલનગરમાં જ આવેલી પોતાની દૂકાનેથી નજીકમાં આવેલી દૂકાને નાસ્‍તો કરવા ગયા ત્‍યારે ત્‍યાં નાસ્‍તો કરતાં કરતાં ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટમલાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ રેલનગર સાધુ વાસવાણી કુંજ રોડ દ્વારીકા વિલેજમાં રહેતાં રાકેશભાઇ સુરેશભાઇ જોટંગીયા (ઉ.વ.૫૧)ઘર નજીક સાધુવાસવાણી કુંજર રોડ પર ભાગ્‍યોદ હેર સલૂન નામે દૂકાન ચલાવતાં હોઇ સાંજે પોતાની દૂકાનેથી નજીકમાં નાસ્‍તો કરવા બીજી દૂકાને ગયા હતાં. ત્‍યાં નાસ્‍તો કરતી વખતે તે એકાએક ઢળી પડતાં લોકોએ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં અને તેમના સગાને જાણ થતાં તેઓ પણ પહોંચી ગયા હતાં.

જો કે સારવાર દરમિયાન રાકેશભાઇએ દમ તોડી દીધો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, કેતનભાઇ, ધર્મેન્‍દ્રભાઇ સહિતે જાણ કરતાં પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર છે. બનાવને પગલે જોટંગીયા પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. રાકેશભાઇનું બેસણું તા. ૧૪ના શનિવારે સાંજે ૪ થી ૬, ભોમેશ્વર મહાદેવ મંદિર, જામનગર રોડ ભોમેશ્વર ખાતે રાખવામાં આવ્‍યાનું સ્‍વજનોએ જણાવ્‍યું હતું.

(11:47 AM IST)