તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
રાજકોટ જેલમાં ભાવનગરના વૃધ્ધ કેદીએ વધુ પડતી દવા પી લીધી
૭૪ વર્ષના જીવરાજભાઇ રાઠોડને પત્નિની હત્યાના ગુનામાં આજીવન કેદની સજા પડી છેઃ મગજ ભમતો હોવાનું કથન

રાજકોટ તા. ૧૩: ભાવનગરમાં થોડા વર્ષો પહેલા પોતાના પત્નિ તેજુબેનની છરીના ઘા ઝીંકી હત્યા કરવાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા જીવરાજભાઇ જાદવભાઇ રાઠોડ (ઉ.વ.૭૪) નામના કેદી ચારેક વર્ષથી રાજકોટ જેલમાં સજા કાપી રહ્યા છે. અહિ ગત સાંજે તેમણે બેરેક નંબર ૩માં પોતાની બિમારીની દવા ચાલુ હોઇ તે વધુ પડતી પી લેતાં તબિયત બગડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, કેતનભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, બળુભા, ધર્મેન્દ્રભાઇ, કાનાભાઇ સહિતે પ્ર.નગરમાં જાણ કરી હતી. વૃધ્ધે જણાવ્યું હતું કે પોતાનો મગજ સતત ભમતો હોઇ તેના કારણે બિમારીની દવા ચાલુ હતી તે વધુ પી લીધી હતી.
(11:44 AM IST)










