<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

શહેર એસઓજીએ દૂધ સાગર રોડ ભગવતી સોસાયટીના ફિરોઝ ઇકબાલભાઈ સોલંકીને દેશી તમંચા સાથે પકડ્યો: પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા અને ટીમની કામગીરી

રાજકોટ: શહેર એસઓજી ટીમે દેશી તમંચા સાથે એક શખ્સને પકડ્યો છે. એસઓજી શાખાના કર્મચારીઓ ગેરકાયદેસર હથીયાર ધરાવતા શખ્સોને શોધી કાઢવા રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ દિપકભાઇ મનુભાઇ ડાંગર તથા પો.કોન્સ. કિશોરભાઇ લક્ષમણભાઇ ઘુઘલની સંયુકત બાતમી આધારે ૮૦ ફુટ રોડ અમુલ સર્કલથી આગળ ભગવતી ટેક્નો કારખાનાના ખુણા પાસેથી ફિરોઝ ઇકબાલભાઇ સોલંકી (ઉ.વ.૩૫,  રહે. દુધસાગર મે.રોડ ભગવતી સોસાયટી શેરી નં.ર ભાડાની ઓરડીમાં રાજકોટ)ને રૂ. ૫૦૦૦ના દેશી તમંચા સાથે પકડી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ અને સ્પેશયલ બ્રાન્ચ) ડો.પાર્થરાજસિંહ ગોહીલ તથા મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) ભરત બી.બસીયાએ ગણપતિ ઉત્સવ અને વિસર્જન અંગેના તહેવાર અનુસંધાને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલીંગ રાખી ગેરકાયદેસર હથીયાર ધરાવતા શખ્સો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપી હોઈ તે અંતર્ગત પોલીસ ઇન્સપેકટર એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી પો.ઈન્સ. એસ.એમ.જાડેજા તથા પો.સબ.ઇન્સ આર.જે.કામળીયા તથા પો.હેડ.કોન્સ. દિપકભાઇ મનુભાઇ ડાંગર તથા જીજ્ઞેશભાઇ મનસુખભાઇ અમરેલીયા તથા અરૂણભાઇ લક્ષમણભાઇ બાંભણીયા તથા પો .કોન્સ. કિશોરભાઇ લક્ષમણભાઇ ઘુઘલે કરી હતી.

(9:30 PM IST)