<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

દાતરડુ ફસાતા ગળુ કપાઇ જવાથી મોતની ઘટનામાં રિક્ષાચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધાયો

આજી જીઆઇડીસી પાસેની ત્રણ દિવસ પહેલાની ઘટનામાં કાર્યવાહી

રાજકોટ તા. ૧૨: આજીડેમ ચોકડીથી સર્કલ પાસે ચાલુ રીક્ષાનું દોરડુ ચાલીને જતા પ્રોૈઢે ખભે રાખેલી દાતરડાવાળી લાકડીમાં ફસાઇ જતા પ્રોૈઢનું દાતરડાથી ગળુ કપાઇ જતા પ્રોૈઢનું મૃત્‍યુ નિપજતા થોરાળા પોલીસમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ આજીડેમ ચોકડી નજીક યુવરાજનગરમાં રહેતા સંગ્રામભાઇ વેરસીભાઇ આડમીયા (ઉ.વ. ૫૧) ગત .તા. ૯ ના રોજ સાંજે તેમના પત્‍ની સાથે ચાલીને જતા હતા ત્‍યારે અમુલ સર્કલ પાસેથી પસાર થતા હતા ત્‍યારે બાજુમાંથી પસાર થતી રિક્ષામાં સંગ્રામભાઇએ ખંભે રાખેલુ દાતરડુ રીક્ષામાં ફસાઇને ખેંચાતા સંગ્રામભાઇનું ગળુ તેનાજ દાતરડાથી કપાઇ જતા પત્‍નીની નજર સામે જ તેનું મોત નિપજયુ હતુંઆ બનાવ અંગે મૃતક સંગ્રામભાઇના પુત્ર વિષ્‍ણુ સંગ્રામભાઇ આડમીયાએ થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જીજે. ૧ ટીએ- ૮૫૩૪ નંબરની રીક્ષાચાલક સામે ગુનો દાખલ કરી પી.એસ.આઇ.જે.એમ. પરમારે તપાસ હાથધરી છે.

(2:51 PM IST)